ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સોનાના વેપારીએ બીજા વેપારી પર કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વેપારી આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે માસ અગાઉ 2880 ગ્રામ સોનાની ખરીદી કરેલી
અમદાવાદના વેપારી ફરિયાદી પ્રિન્સ જડીયાની નવરંગપુરામાં આર એસ જડીયા નામની જૅલર્સસની કંપની છે, ત્યારે બે માસ અગાઉ સીજી રોડ પર જ આવેલ વસુધા એલ.એલ.પી નામની કંપનીથી સોનાનો વેપાર કરે છે. જે કંપનીમાં કૃણાલ કંસારા અને નીરવ સોની મલિક છે, ત્યારે ફરિયાદી વેપારીએ વસુધા એલ.એલ.પી નામની કંપનીના માલિક પાસેથી બે માસ અગાઉ 2880 ગ્રામ સોનાની ખરીદી કરેલી હતી. 


આરોપીઓએ ફરિયાદીને પૈસા કે સોનું ન આપતા અરજી
જેની બજાર કિંમત મુજબ એક કરોડ 80 લાખ થાય છે. જે ચેક મારફતે ફરિયાદી વેપારીએ ચુકવી હતી અને આરોપી વેપારી કૃણાલ કંસારા અને નીરવ સોની સોનાની ડિલિવરી આપવાની બાકી રાખી હતી. ત્યારે બે દિવસમાં સોનાની ડિલિવરી કરવાનો વાયદો આપ્યો હતો. ત્યારે સોદા મુજબ અને વાયદા પ્રમાણે આરોપી વેપારીઓએ 2880 ગ્રામ સોનું જેની કિંમત એક કરોડ 80 લાખ થતી હતી. જે બે દિવસમાં આપવાનું હતું, પણ આરોપીઓએ ફરિયાદીને પૈસા કે સોનું ન આપતા ફરિયાદી વેપારીએ નવરંગપુરા પોલીસે સ્ટેશનમાં પહેલા અરજી કરી હતી.


આરોપીઓ વિરુદ્ધના વધુ પુરાવા એકત્ર કરીને તપાસ 
નવરંગપુરા પોલીસે પ્રાથમિક તપાસ કરી જેમાં ગુનો બનતો હોવાનું સાબિત થતા ફરિયાદ નોંધીને બે આરોપી વેપારી પૈકી એક વેપારી આરોપી કૃણાલ કંસારાની ધરપકડ કરી હતી અને ફરાર વધુ એક વેપારી આરોપી નીરવ સોની ની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે નવરંગપુરા પોલીસે વેપારી આરોપીઓ વિરુદ્ધના વધુ પુરાવા એકત્ર કરીને તપાસ આગળ હાથ ધરી છે.