તેજસ દવે/મહેસાણા :શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં નવ દિવસ શ્રદ્ધાભેર મા બહુચરની આરાધના કરવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં નવરાત્રિના આગળના દિવસે પ્રક્ષાલન વિધિ બાદ પ્રથમ દિવસે ઘટસ્થાપન વિધિ થાય છે. ત્યાર બાદ છઠ થી આઠમ સુધી યજ્ઞ તેમજ આઠમના રોજ માતાજીની પલ્લી તેમજ પાલખી તેમજ દશેરાના રોજ માતાજીની શાહી સવારી નિજ મંદિરથી નીકળી સમી વૃક્ષની જગ્યા પર જઈ સમી પૂજન કરવામાં આવે છે. આ દિવસે વર્ષમાં એક જ દિવસ માતાજીના પરમ ભક્ત મનાજી રાવ ગાયકવાડે ભેટ આપેલ મૂલ્યવાન નવલખો હાર પહેરીને માતા નગરચર્યા કરે છે. આમ ભક્તિમય ધાર્મિક કાર્યક્રમ સાથે સાથે નવ દિવસ મા બહુચરના સાનિધ્યમાં તેમજ પવિત્ર ચાચર ચોકમાં માઇ ભક્તો ઉમટી પડે છે. 



બહુચરાજી મંદિરના વહીવટદાર કે.સી.જાની કહે છે કે, 1839ના વર્ષમાં માનાજીરાવ ગાયકવાડ માતા બહુચરના પરમ ભક્ત હતા. તેમના દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં જાણે માતાજીને પ્રત્યક્ષ નિહાળી રહ્યા હોય તેવી સુંદર પ્રતિમા નિજ મંદિર ગર્ભગૃહમાં મૂર્તિ રૂપે બિરાજમાન છે. મા બહુચર અહીં દૂર દૂરથી આવતા શ્રદ્ધળુઓમાં બહુચર પાસે અનેક મનોકામના લઈને માતાના દરબારમાં આવતા હોય છે. બહુચરાજીમાં નવરાત્રિનો અનેરો મહિમા છે. મોટી સખ્યામાં ભક્તો અહી ચાચરચોકમાં ગરબા કરતા હોય છે. 



દશેરાના દિવસે અહીં માહોલ અનોખો હોય છે. આ દિવસે માતા નવલખો હાર પહેરીને જે રીતે નગરચર્યાએ નીકળે છે, તેને જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. બહુચરાજી મંદિર ખાતે ચૌલ ક્રિયા તેમજ સંતાન પ્રાપ્તિ સાથે સાથે શારીરિક અસાધ્ય રોગોની બાધા રાખતા વિશેષ જોવા મળે છે. આ તમામની મનોકામના પૂર્ણ થતાં યથાશક્તિ ભોગ કે ધ્વજા રોહણ કરી પૂર્ણ કરે છે. અહીં માતા બહુચરને અતિપ્રિય એવા લાડુના પ્રસાદનો પણ વિશેષ મહિમા છે. આથી માતા બહુચરને લાડુવાળી મા તરીકે પણ શ્રદ્ધાળુઓ ઓળખે છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :