જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :આજે નવલી નવરાત્રિ (Navratri) નું નવમું નોરતું છે. ત્યારે આજના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવામાં આવે છે. આજના દિવસે માતાને હૃદયથી માતાને યાદ કરવામાં આવે તો જગતની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલી જાય છે. માતા  સિદ્ધિદાત્રી કમળ અથવા સિંહ પર સવાર હોય છે. અલૌકિક મુખકાંતિ ધરાવતા માતાજીનાનું દર્શન પાવનકારી છે. માતાને ચાર હાથ છે. જેમાં ચક્ર ગદા શંખ અને કમળ રહેલ છે. માતા સિદ્ધિદાત્રી પાર્વતીનું એક રૂપ છે. માતાજીનું ભજન કરવાથી સાધકને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યારે આવામાં શક્તિપીઠ પાવગઢ (Pavagadh) નો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેમાં હકડેઠઠ ભીડ જોઈ શકાય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પાવગઢ નિજ મંદિર નજીક ઉંચાઈએથી ઉતરેલ એક વીડિયો (viral video) હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આ વીડિયોમાં માઈ ભકતોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી રહી છે. હૈયે હૈયું દળાય એવી ભીડનો આ વીડિયો સામે આવ્યો છે. મા શક્તિની આરાધના અને ભક્તિમાં લોકો કોરોનાને પણ ભૂલી ગયા છે. 



પાવાગઢના નિજ મંદિર નજીકના પગથિયાંથી નીચે તરફ હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. ગત રોજ આસો સુદ આઠમ નિમિત્તે પાવાગઢ મા કાળીના ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું. આઠમના દિવસે અંદાજીત 2 લાખથી વધુ ભક્તોએ મા મહાકાળીના દર્શન કર્યા હતા.