Navratri 2023: સુરતના ખેલૈયાઓમાં અનોખો ટ્રેન્ડ, આ વર્ષે દાંતમાં ડાયમંડ લગાવી ગરબે રમશે યુવતીઓ
ગુજરાતમાં કરોડો લોકો જેની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે તે નવરાત્રિ શરૂ થવામાં બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિમાં અનોખા ટ્રેન્ડો જોવા મળી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં ડાયમંડનો ટ્રેન્ડ સામે આવ્યો છે.
સુરતઃ 15 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિમાં દર વર્ષે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. દર વર્ષે નવરાત્રિમાં વિવિધ ટ્રેન્ડ જોવા મળતા હોય છે. ડાંડિયા રમવાના સ્ટેપ્સથી લઈને પોષાક અને વિવિધ સ્ટાઇલ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. આ વખતે પણ ખેલૈયાઓમાં કંઈક હટકે જોવા મળશે. સુરતના લોકો માટે આ નવરાત્રી ખાસ છે કારણ કે આ નવરાત્રીમાં ખેલૈયાઓનું સ્મિત ચમકશે.
આ વખતે દાંત ચમકશે
સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ ડાયમંડ સિટી સુરતમાં આ વખતે નવરાત્રિ પર લોકોની નજર ખેલૈયાઓના પરિધાન કે જ્વેલરી નહીં પરંતુ તેમના દાંત ઉપર રહેશે. આ વખતે નવરાત્રી પર ખાસ ખેલૈયાઓ દાંત પર ડાયમંડ લગાડવાઈ રહ્યા છે. સુરતને આમ તો લોકો ડાયમંડ સિટી તરીકે ઓળખે છે પરંતુ આ શહેરના લોકો માત્ર ડાયમંડની જ્વેલરી જ નથી બનાવતા ડાયમંડને દાંતમાં પણ લગાવી રહ્યા છે અને નવરાત્રીમાં હાલ એનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરત એરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી, વેન્ચુરા પ્લેનના ટાયરની હવા નીકળી
નવરાત્રી નો પર્વ આવતાની સાથે જ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. અગાઉથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેતા હોય છે. ત્યારે ખાસ કરીને જે યુવાવર્ગ છે તે અન્યથી કઈ રીતે અલગ પડે તેની હોડ જોવા મળતી હોય છે. અને તેમાં પણ ખાસ કરીને જે યુવતીઓ છે તે પોતાના પરિધાનથી લઈને જ્વેલરી સુધી તમામ પ્રકારની વસ્તુઓ પહેલેથી જ ખરીદી લેતી હોય છે. ત્યારે આ વખતે યુવતીઓ ડેન્ટિસ્ટ પાસે જઈ દાંત ઉપર ડાયમંડ લગાવી રહી છે. દાત ઉપર ખાસ સ્વરોસ્કી ડેન્ટિસ્ટ લગાવી રહ્યા છે. ખાસ દાંત માટે આ ડાયમંડ હોય છે સૌથી અગત્યની વાત છે કે આ ડાયમંડ અલગ-અલગ 16 જેટલા શેડમાં મળે છે. પોતાના પરિધાન અને પસંદગી મુજબ ખેલૈયાઓ અલગ અલગ રંગના ડાયમંડ પોતાના દાંત ઉપર લગાવી શકે છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી દાંત ઉપર ડાયમંડ લગાવવા માટે અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ પણ ખેલૈયાઓને મળી રહ્યા છે.
એક દાંત પર એક ડાયમંડ લગાવવા માટે 2000 સુધી લઈ 2500 રૂપિયાની કિંમત લાગતી હોય છે. પરંતુ હાલ નવરાત્રી પર ડિસ્કાઉન્ટમાં આ રૂ. 800 માં લાગી જાય છે. ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે માત્ર ડાયમંડથી તૈયાર જ્વેલરી જ લોકો પસંદ નથી કરી રહ્યા પરંતુ હાલ નવરાત્રી દરમિયાન લોકો દાંત ઉપર ડાયમંડ લગાવવા માટેની ડિમાન્ડ કરી રહ્યા છે. આ ડાયમંડ ખાસ પ્રકારનો હોય છે જેને સ્વરોસ્કી કહેવાય છે. આ અલગ અલગ 16 પ્રકારના શેડમાં મળી જાય છે અને આ ડાયમંડ દાંતમાં લગાવવામાં માત્ર પાંચ મિનિટ લાગે છે. એટલું જ નહીં જ્યારે આ દાંત પરથી ડાયમંડ કાઢવું હોય તો તેને ગણતરીના સેકન્ડમાં કાઢી શકાય છે. ડાયમંડ લગાવ્યા બાદ તે છ મહિનાથી લઈ ચાર વર્ષ સુધી ચાલે છે.
આ પણ વાંચો- ગિરનાર અમારો છે! દત્તાત્રય શિખર પર ચોક્કસ સમુદાયના સૂત્રોચ્ચાર, વીડિયો આવ્યો સામે
જ્યારે ખેલૈયાઓની ઈચ્છા હોય ત્યારે તેઓ સહેલાઈથી તેને કાઢી પણ શકે છે આ ડાયમંડને લગાવવા માટે ખાસ કરીને એક પેસ્ટ લગાવવામાં આવે છે અને તેને લાઈટ આપવામાં આવે છે ત્યાંરબાદ માત્ર પાંચ મિનિટમાં દાંત ઉપર આ ડાયમંડ લાગી જાય છે. આમ તો આ એકદમ સુરક્ષિત અને સુંદર માધ્યમ છે તેમ છતાં જો કદાચ આ ડાયમંડ નીકળી જાય અને પેટની અંદર ચાલી જાય તો સહેલાઈથી બહાર પણ સ્ટૂલના માધ્યમથી નીકળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube