Navratri 2024: પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી, સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી
Navratri: આંતરરાષ્ટ્રીય પોપ કલાકાર અને ગાયિકા-ગીતકાર, પૂર્વા મંત્રી, ગાર્ડન સિટી અંકલેશ્વર નવરાત્રી ઉત્સવમાં મંચ પર ધૂમ મચાવી રહ્યા છે. તેમના ધમાકેદાર અને જોશ ભર્યા પર્ફોર્મન્સથી લોકોના મનપસંદ ઉત્સવમાં નવી ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો છે.
આંતરરાષ્ટ્રીય પોપ કલાકાર અને ગાયિકા-ગીતકાર, પૂર્વા મંત્રી, ગાર્ડન સિટી અંકલેશ્વર નવરાત્રી ઉત્સવમાં મંચ પર ધૂમ મચાવી રહ્યા છે. તેમના ધમાકેદાર અને જોશ ભર્યા પર્ફોર્મન્સથી લોકોના મનપસંદ ઉત્સવમાં નવી ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો છે. અમેરિકામાં સફળ "પૂર્વાસ્ટીક ટુર" પછી, પૂર્વા અહીં એક ધમાકેદાર નવરાત્રિ સાથે આવી છે, જે હજારો લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. તેમણે પરંપરા અને આધુનિકતાને એકસાથે લાવીને તાજેતરના વર્ષોમાં આ ઉજવણીને સૌથી યાદગાર બનાવી દીધી છે.
અહીં સ્થળ પર રાત-રાતભર ભીડ ઉમટી પડતાં, પૂર્વાના ઉચ્ચ-ઓક્ટેન પર્ફોર્મેન્સે આ ઉત્સવને એક વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ફેરવી દીધો છે, જેનાથી તેણી અને પ્રેક્ષકો વચ્ચે એક શક્તિશાળી સંબંધ/જોડાણ ઊભું થયું છે. તેણીના લોકપ્રિય લોકગીતોની રજૂઆત, તેણીની સિગ્નેચર શૈલી સાથે, રસીયાઓ ડાન્સ કરે છે અને સાચી નવરાત્રીની ભાવનામાં ઉમંગભેર ઉજવણી કરે છે.
પૂર્વા કહે છે, "અંકલેશ્વરમાં અહીંની દરેક રાત એક સુંદર સ્વપ્ન જેવી લાગે છે! લોકોની ઉર્જા અને ઉત્સાહ જોરદાર છે. હું મારા સંગીતને સંસ્કૃતિના આ વાઇબ્રેન્ટ સેલિબ્રેશનમાં લાવવા માટે ખુબજ સન્માનિત છું. સાથે મળીને, અમે એવી પળોને ઉજવી રહ્યા છીએ, જે જીવનભર યાદ રહેશે..!"
પ્રેક્ષકોને ઉત્સાહિત કરવાની, તેમને દરેક મોડ પર જોડવાની તેણીની ક્ષમતા, પૂર્વાને ખરેખર અલગ બનાવે છે. શરૂઆતના સૂરથી લઈને અંતિમ ધબકારા સુધી, તેણીની સ્ટેજની હાજરીએ હજારો લોકોને મોહિત કર્યા છે. ગાર્ડન સિટી અંકલેશ્વર સ્થળને વાઇબ્રન્ટ રંગો, ઘૂમતા દાંડિયા અને આનંદી ઉલ્લાસના મનમોહક વાતાવરણમાં ફેરવી દીધું છે. સમકાલીન તાલ સાથેના પરંપરાગત ગરબાની ધૂને આ ઉત્સવમાં અનોખી તાજગી ઉમેરી છે, જે પૂર્વાને ઇવેન્ટનું નિર્વિવાદ હાઇલાઇટ બનાવે છે.
પ્રશંસકો, યુવાન અને વૃદ્ધ, તેના પ્રદર્શનના સાક્ષી બનવા માટે ફેસ્ટિવલમાં ઉમટી રહ્યા છે. આ ઉત્સાહ અનેરો છે કારણ કે, પૂર્વા એક પછી એક મંત્રમુગ્ધ કરી દેતા ગીતો રજૂ કરે છે, જે તેણીને અંકલેશ્વરની સૌથી મોટી સાંસ્કૃતિક ઉજવણીની સ્ટાર બનાવે છે. નવરાત્રિ એકતા અને આનંદનો ઉત્સવ છે અને પૂર્વા એ પ્રસંગની હાર્ટબીટ/ધબકારા બની ગઈ છે, જે તેને ઉર્જાથી ભરી દે છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી.
પૂર્વાના શાનદાર લાઇવ શો માત્ર સંગીત વિશે નથી, પરંતુ ઉજવણી અને સમુદાય વિશે છે, જે આ વર્ષની નવરાત્રિને વધુ યાદગાર બનાવી રહી છે. ઉત્સવની દરેક રાત સાથે, તેણી પોતાના ધમાકેદાર પર્ફોર્મેન્સને વધારે છે જેનાથી પ્રેક્ષકો બમણો ઉત્સાહ અનુભવે છે.
ડાન્સ, મ્યુઝિક અને ઉજવણીની વધુ અવિસ્મરણીય રાત્રિઓ માટે તૈયાર થઈ જાઓ કારણ કે પૂર્વા મંત્રી અંકલેશ્વરની નવરાત્રીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.
Disclaimer- This article is part of IndiaDotCom Pvt Lt’s sponsored feature, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility or liability for any errors or omissions in the content of the article.