અમદાવાદ: મા દુર્ગાની ત્રીજી શક્તિ મા ચંદ્વઘંટાના નામથી પ્રસિદ્ધ છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્વમા સુશોભિત છે. સોના સમાન તેમનું ચમકતું તેજોમય સ્વરૂપ છે. તેમના દસ હાથ છે, જેમાં અસ્ત્ર-શસ્ત્ર લઇને મા સિંહ પર બિરાજમાન છે. મા રાક્ષસોના વિનાશ માટે યુદ્ધમાં પ્રસ્તા કરવા તૈયાર છે. માન્યતા છે કે તેમના ઘંટની ધ્વનિ સાંભળીને દૈત્ય, રાક્ષસ વગેરે ભાગી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રીના ત્રીજા દિવસે (12 ઓક્ટોબર, શુક્રવાર) માતા ચંદ્વઘંટાને સમર્પિત છે. આ શક્તિ માતા શિવદૂતી સ્વરૂપ છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્વ છે, તેના લીધે તેમને ચંદ્વઘંટા દેવી કહેવામાં આવે છે. અસુરો સાથે યુદ્ધમાં દેવી ચંદ્વઘંટાએ ઘંટના ટંકાર વડે અસુરોનો નાશ કરી દીધો હતો. તેના પૂજનથી સાધકને મણિપુર ચક્રના જાગ્રત થનાર સિદ્ધિઓ સ્વત: પ્રાપ્ત થાય છે અને સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે. 


સ્વરૂપનું ધ્યાન
માના દિવ્ય સ્વરૂપનું ધ્યાન આપણે આત્મિક રૂપથી સશક્ત બનાવે છે અને ભય-વિધ્નોથી દૂર રાખે છે. આ સ્વરૂપથી પ્રેરણ મળે છે કે આ આપણી અંદરની અચ્છાઇઓની શક્તિ છે, તો તેમની સામે નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી. બસ આપણે સારો કર્મોમાં પ્રવૃત રહેવું જોઇએ. માનું ધ્યાન આપણે જીવનમાં મુશ્કેલી બનતા કુસંસ્કારોનો નાશ કરી આપણને નૈતિક રીતે સબળ બનાવે છે. માતાના તેજોમય સ્વરૂપનું ધ્યાન સદગુણોના તેજથી આપણા વ્યક્તિત્વને આલોકિત કરે છે અને શક્તિ પ્રદાન કરે છે. 


આજનો વિચાર
ભલે આપણા જીવનમાં ગમે તેટલું અંધારું હોય, પરંતુ જો પ્રકાશનું એક કિરણ પણ જોવા મળે તો બધુ પ્રકાશિત થઇ જાય છે. એટલે કે સકારાત્મકતાના અજવાળાને સદૈવ સાથે રાખો. 


ધ્યાન મંત્ર
पिंडज प्रवरारूढ़ा चंडकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं चंद्रघंटेति विश्रुता।। 
અર્થાત: માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્વઘંટા છે. તેમના મસ્તકમાં ઘંટ આકારનો અર્ધચંદ્વ છે. તેમના શરીરનો રંગ સોનાની માફક ચમકીલો છે. તેમના દસ હાથ છે. તેમના દસ હાથોમાં શસ્ત્ર વગેરે છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્વા યુદ્ધ માટે તૈયાર રહેવા જેવી છે. તેમના ઘંટની ભયાનક ધ્વનિથી અત્યાચારી દાનવ, દૈત્ય વગેરે ડરે છે.


ત્રીજા દિવસે કેમ કરે છે દેવી ચંદ્વઘંટાની પૂજા?
નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્વઘંટાની પૂજા થાય છે. આ દેવીએ ઘંટના ટંકારથી અસુરોનો નાશ કરી દીધો હતો. અસુર એટલે કે તમારી ખરાબ ટેવો. જ્યારે તમે ભક્તિના માર્ગે ઉતરો છો તો ખરાબ આદતો તમને રોકે છે. ત્યારે દેવી ચંદ્વઘંટાના ઘંટનો અવાજ (અંતરાત્માથી નિકળતો અવાજ)જ તેના પર કાબૂ મેળવી શકે છે. દેવી ચંદ્વઘંટા શિખવાડે છે કે જ્યારે તમે ભક્તિના માર્ગે ઉતરો તો તમારી ખરાબ ટેવો છોડી દો અને ફક્ત પોતાના અંતરાત્માનો અવાજ સાંભળો, ત્યારે તમે આ માર્ગ પર આગળ વધી શકો છો.