નવસારી : જિલ્લાના વાસંદાના ખડકાલા સર્કલ પાસે ટેમ્પો ચાલકે એક બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર ત્રણ વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ડાંગ જિલ્લાના વધઇ તરફથી આવતા બેકાબુ આઇસર ટેમ્પોએ વાસંદાના ખડકાલા સર્કલ નજીક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મહારાષ્ટ્ર પાસિંગ ધરાવતા આઇસર ટેમ્પોના ચાલકની બાદમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંજૂરી વગર કોંગ્રેસની દાંડીકૂચ: અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત અનેકની અટકાયત


પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકો ડાંગ જિલ્લાના વધઇના રહેવાસી છે. તેઓ કોલેજ પુર્ણ કરી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે જ ખડકાલા સર્કલ નજીક ટેમ્પો સાથે અકસ્માતસર્જાયો હતો. જેમાં ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. મૃતક વિદ્યાર્થીઓ મલિન, દાગડીઆબા અને ધોળી ગામના રહેવાસીઓ હોવાનું તપાસમાં ખુલ્યું છે. 


ગુજરાત સ્ટેટ રાઈફલ શુટિંગ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના 13 સ્પર્ધકો ઝળક્યા


અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને 108ની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જો કે 108 પહોંચે તે અગાઉ 2 યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને હોસ્પિટલ લઇ જતા સમયે તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકના ફુરચા ઉડી ગયા હતા. આગળનો ભાગ અને ટાંકીનો ચુરો થઇ ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube