ગુજ્જુ બાળકે લોકોનું દિલ જીતી લીધું, 3 વર્ષની ઉંમરે આખી હનુમાન ચાલીસા કડકડાટ બોલે છે
Trending Video : બીલીમોરામાં 3 વર્ષીય આરવ દેસાઈનો હનુમાન ચાલીસા ગાતો વીડિયો વાયરલ... લોકોને બહુ જ ગમ્યો આ વીડિયો
Viral Video ધવલ પારેખ/નવસારી : આજના બાળકો એટલા હાઈટેક હોય છે કે જન્મતાના સાથે જ તેઓ અવનવા ટેલેન્ટ સાથે જન્મે છે. આવામાં બીલીમોરાની ઈન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરીના વિદ્યાર્થીનો હનુમાન ચાલીસા ગાતો વીડિયો વાયરલ થયો છે. જે જોઈને તમે પણ કહેશો કે ગજબનો છે આ ગુજરાતી છોકરો. 3 વર્ષનો વિદ્યાર્થી એવા કડકડાટ રીતે હનુમાન ચાલીસા બોલે છે તમે પણ જોતા રહી જશો.
વેસ્ટર્ન કલ્ચરના આંધળા અનુકરણ વચ્ચે આજકાલ માતાપિતા પોતાના બાળકોને બોલિવુડ ગીતો પર ઠુમકા લગાવતા શીખવે છે. પરંતુ આ કલ્ચરથી દૂર બીલીમોરાના એક માતાપિતા પોતાના દીકરાને હનુમાન ચાલીસાના પાઠ શીખવાડી રહ્યાં છે. દેસાઈ પરિવારનો 3 વર્ષીય આરવ દેસાઈનો હનુમાન ચાલીસા ગાતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આરવના માતા પિતા રોજના હનુમાન ચાલીસા બોલતા હતા, જે આરવને હવે આખી હનુમાન ચાલીસા કંઠસ્થ થઈ ગઈ છે.
આ પણ વાંચો : મોદી સરકારના આ નિર્ણયથી દરેક ભારતીય ખુશ થશે, અંદામાનના 21 બેનામ ટાપુઓને મળશે ખાસ નામ
આરવના શાળાના ધ્યાનમાં આ બાબત આવી હતી. જેથી તેઓએ બધા વિદ્યાર્થીઓની વચ્ચે આરવને હનુમાન ચાલીસા ગવડાવી હતી. ત્યારે આરવનો હનુમાન ચાલીસા ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શાળાએ આ વીડિયો શેર કર્યો હતો. આરવના હનુમાન ચાલીસા ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં લોકોને ઘણો ગમી રહ્યો છે. લોકો તેના વખાણ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : બજેટનું અવનવું : એક એવા નાણામંત્રી પણ છે જેમને બજેટ રજૂ કરવાનો ક્યારેય મોકો ન મળ્યો