સુરત : નવસારી ચીખલીમાં આવેલા સોલધરા ગામમાં મામાનું ઘર નામનું ઇકો પોઇન્ટ વિકસાવાયું છે. ગઇકાલે સાંજે આ ઇકો પોઇન્ટમાં બોટિંગ દરમિયાન ઓવર લોડ અન ધક્કામુક્કીનાં કારણે બોટ પલટી ગઇ હતી.  જેમાં અમદાવાદના સોની પરિવારનાં 4 સભ્યો સહિત કુલ 5 લોકોનાં મોત નિપજ્યા હતા. બનાવ બાદ પોલીસે સ્થળ પર તપાસ કરી હતી અને ઇકો સંચાલક અશોક પટેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર બોટમાં 15 લોકો બેસી શકે તેવી કેપિસિટીની સામે 23 જેટલા લોકો બેસાડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ, અકસ્માત નિવારણ મુદ્દે આપ્યું માર્ગદર્શન


લાંબા સમયથી આ તળાવનો માછલી ઉછેરવાની કામગીરી ચાલે છે. આ તળાવમાં ઇકો પોઇન્ટ દ્વારા બોટિંગ પણ કરાવાય છે. જો કે 25 ફુટ ઉંડા તળવામાં કોઇ પણ પ્રકારનાં લાઇફ જેકેટ કે અન્ય સેફ્ટીના સાધનો નહોતા. જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી.જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ એ સમેય ડુબતા લોકોને બચાવવામાં મુશ્કેલી પડી હતી તેના કારણે 5 જેટલા લોકો પોતાના જીવ ગુમાવવો પડ્યો હતો. લોકોની બુમો સાંભળી ગ્રામજનો આવ્યા હતા અને તેમણે બચાવકામગીરી કરી હતી. .


ઉપલેટામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રેલી સાથે યોજાયો જનસંપર્ક કાર્યક્રમ


સોની પરિવારના 8 અને બચકાની વાલા પરિવારનાં 14 સભ્યો થઇને કુલ 23 લોકો બોટમાં હતા. જો કે બોટ ઓવરલોડ હતી. જેથી પલટી મારી ગઇ હતી. લોકોની ચીસ સાંભળી સંચાલક સહિત ગામના લોકો તળાવે દોડી આવ્યા હતા. ડુબતા લોકોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. ઘટના અંગે માહિતી મળતા બીલીમોરા અને ગણદેવી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. 20 લોકોને તળાવ બહાર કાઠીને 108 દ્વારા ચીખલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube