ધવલ પારેખ, નવસારી : નવસારીથી બારડોલી સુધીના રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય કરવામાં આવી રહ્યો છે, પરંતુ નવસારીથી સૂપા ગામ સુધીના 11 કિમીના માર્ગ પર કેન્દ્રથી બંને તરફ 9 મીટર રસ્તો પહોળો કરવાની તૈયારી હતી. પણ અચાનક 12 મીટર રસ્તો કરવાની તૈયારી શરૂ થતા વેપારીઓ, ખેડૂતો અને ગ્રામીણો જમીન સંપાદનના યોગ્ય વળતર વિના જમીન નહીં આપવાની વાત સાથે વિરોધનો સૂર છેડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીથી બારડોલી સુધીના રાજ્ય ધોરીમાર્ગને પહોળો કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નવસારીના ગ્રીડ ચાર રસ્તા પાસેથી રસ્તો 18 મીટર પહોળો કરવા તંત્ર દ્વારા ચૂંટણી પહેલા રોડની બંને તરફ આવેલા વેપારીઓ સાથે બેઠક કરી તેમની મંજૂરી મેળવી હતી. રસ્તો 18 મીટર કરતા વચ્ચે ડિવાઈડર બનશે, પણ રસ્તાની બંને છેડે વરસાદી ગટર નહીં બને. જેથી વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. કારણ કે ચોમાસામાં ગ્રીડ સર્વિસ રોડથી બારડોલી તરફ જતા માર્ગ પર ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. જેથી ડિવાઈડર સાથે વરસાદી ગટર લાઈન બનાવવી હોય, તો નિયમાનુસાર રસ્તો 12 મીટર કરવો પડે. જોકે વેપારીઓની ગડમથલ વચ્ચે તંત્ર દ્વારા 12 મીટરનું માર્કિંગ કરતા વેપારીઓ સાથે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામીણો આશ્ચર્યમાં મૂકાયા છે. જેમાં ગામડાઓના આગેવાનોએ જિલ્લા કલેકટર સહિત સંબંધિતોને લેખિત રજૂઆત કરી રસ્તો 9 મીટર કે 12 મીટર પહોળો થશે એની ચોખવટ કરવા સાથે જમીન સંપાદનની પ્રક્રિયા કરી નથી. જેથી ગ્રામ્ય કક્ષાએ હળપતિ સમાજના અંદાજે 70 આવાસો, મસ્જિદ, દુકાનો, ખેતીની જમીન મોટા પાયે કપાતમાં જશે અને લોકોને મોટુ નુકશાન વેઠવા પડશે. જેથી વિસ્થાપિત થતા આદિવાસી પરિવારોને ઘરના બદલામાં ઘર મળે અને ખાનગી મિલકતોને થતા નુકશાનનું યોગ્ય વળતર મળે એવી માંગણી કરી છે. જો તંત્ર દ્વારા સંપાદન વિના જમીન લેવાની તૈયારી કરી, તો વિરોધ ઉગ્ર બને એવી સંભાવના પણ સેવાઈ રહી છે. 


આ પણ વાંચોઃ ફફડાટ! ગુજરાતમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત બનનાર શહેર માટે ઘડાયો માસ્ટરપ્લાન


બીજી તરફ ગ્રીડ ચાર રસ્તાથી કબીલપોર GIDC સુધીના માર્ગ પરના વેપારીઓ પણ 9 અને 12 મીટરમાં ગૂંચવાયેલા છે. તંત્ર દ્વારા ડિવાઈડર સાથે વરસાદી ગટર 9 મીટરમાં નહીં પણ 12 મીટરમાં બનેની વાત કરતા ચિંતામાં મુકાયા છે. ગ્રીડથી GIDC સુધીના અઢીથી ત્રણ કિમીના રસ્તા પર જ કરોડો રૂપિયાની 1.30 લાખ ચો. ફૂટ જગ્યા જઈ રહી છે. જેથી વેપારીઓનો વિરોધ છે. 9 મીટર માટે વેપારીઓ સહમત છે, પણ વરસાદી ગટર નહીં બનેની વાત સાથે વિરોધ છે. કારણ ગટર ન બને તો ચોમાસામાં પાણીના ભરાવાની સમસ્યા વધુ વિકટ બનશે. સાથે જ રસ્તાને પણ નુકશાન થવાથી પ્રજાના કરોડો રૂપિયા વેડફાશે. જેથી રસ્તો 9 મીટર જ રહે અને બંને તરફ વરસાદી ગટર બનાવવામાં આવે એવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube