Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીમાં ભાજપનો કોર્પોરેટર વ્યાજખોર નીકળ્યો છે. પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સામે ફરિયાદ એક મહિલાએ ફરિયાદ નોઁધાવી છે. મહિલાએ જગદીશ મોદી અને તેમના ભાઈ કિરણ મોદી સામે ફરિયાદ  કરી છે. જેમાં મહિલાએ દાગીના ગીરવે મૂકીને 49 લાખ રુપિયા લીધા હતા. 1.19 કરોડ રુપિયા ચૂકવવાની ધમકી આપતા બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 ટકાને બદલે 2.5 ટકા વ્યાજ આપવા દબાણ કર્યું
નવસારીમાં ભાજપના રાજમાં ભાજપી કોર્પોરેટર જ વ્યાજખોર નીકળ્યો છે. એક તરફ ગુજરાત સરકારની ગેરકાયદેસર નાણાં ધિરધાર પ્રવૃત્તિ સામે મેગા અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે નવસારી વિજલપોરનો નગરસેવક જ ખુલ્લેઆમ આ રીતે પ્રવૃત્તિ ચલાવે છે. નવસારી વિજલપોર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી અને તમેના ભાઈ કિરણ મોદી સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. પાલિકાના બાંધકામ ચેરમેન જગદીશ મોદીના વ્રજ જવેલર્સમાં મહિલાએ દાગીના ગીરવે મૂકી 49 લાખ રૂપિયા 1 ટકા વ્યાજે લીધા હતા. વ્યાજખોર નગરસેવક અને તેના ભાઈએ બાદમાં મહિલાને 1 ટકાને બદલે 2.5 ટકા વ્યાજ આપવા દબાણ કર્યુ હતું. જેથી ભોગ બનનાર મહિલાએ ભાજપી નગરસેવક જગદીશ મોદી અને તેના ભાઈ કિરણ મોદી વિરૂદ્ધ વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બંને ભાઈઓ સામે 49 લાખ તથા અઢી ટકા વ્યાજ પ્રમાણે 70 લાખ મળી કુલ 1.19 કરોડ રૂપિયા ચૂકવવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે. 


બોટાદમાં રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું
બોટાદના ગઢડામાં વ્યાજખોરોના ત્રાસથી રત્ન કલાકારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગઢડા રોડ પર રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા રત્ન કલાકારે દવા પીને આપઘાત કર્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અશોક રાઠોડે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. સમગ્ર મામલે તપાસ કરતાં જણાવ મળ્યું કે વ્યાજખોર દક્ષા રબારી, જીતુ રાજપૂત, ગોવિંદ ડાંગર પાસેથી રુપિયા લીધી હતા અને રત્ન કલાકારે પૈસા રૂપિયા ભરી દીધા છતાં પણ વધુ પઠાણી ઉધરાણી કરતાં અંતિમ પગલું ભર્યું છે. સમગ્ર મામલે મૃતક રત્ન કલાકારની પત્નીએ મહિલા સહિત 4 સામે નોંધાવી ફરિયાદ. આ ચાર વ્યાજખોરોને ઝડપી લેવા માટે પોલીસે તપાસ પણ શરૂ કરી છે.