ઝી ન્યૂઝ/નવસારી: મિશન 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ ગુજરાત સહિત દેશમાં તૈયારીઓ આરંભી દીધી છે. આગામી ચૂંટણીને લઇને ભાજપે પોતાના સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે નવસારીના ગણદેવીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા લોકસભા ચૂંટણી મુદ્દે એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિરોધીઓની ડિપોઝીટ ડૂલ કરવા કાર્યકરોને હાંકલ કરતા જણાવ્યું છે કે અપક્ષ, વિપક્ષ તમામની ડિપોઝિટ થવી ડૂલ થવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, ગળે ફાંસો ખાઈ લીધો, ફેન્સ આઘાતમાં સરી પડ્યા


નવસારીના ગણદેવી તાલુકામાં આજના એક કાર્યક્રમમાં સીઆર પાટીલે હાજરી આપી હતી. આ દરમિયાન સીઆર પાટીલે અહીં લોકસભાની ચૂંટણીલક્ષી એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા. નવસારીના ગણદેવીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલનું લોકસભા ચૂંટણી મુદ્દે કાર્યકરોને સંબોધીને નિવેદન આપતા જણાવ્યું હતું કે, તમામ બેઠક પર હરીફ ઉમેદવારની ડિપોઝીટ ડૂલ થશે. ગુજરાતમાં ફરી એકવાર 26માંથી 26 બેઠક 5 લાખ મતોથી જીતાશે. આ નિવેદન સાથે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે લોકસભા ચૂંટણી જીતવા પાટીલે અત્યારથી રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. 


Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી?


ગુજરાતમાં મિશન 2022 ને અદભૂત રીતે પાર પાડ્યા બાદ હવે સીઆર પાટીલે મિશન 2024ની શરૂઆત કરી દીધી છે. સીઆર પાટીલે આગામી લોકસભાની ચૂંટણીને લઇને કહ્યું કે, આપણી સામે કોઇપણ પાર્ટીનો કે અપક્ષ ઉમેદવાર ઉભો રહેશે તો એની ડિપૉઝિટ જમા કરાવી દેવડાવવાની છે. હાલ એમણે પ્રવાસ શરૂ કર્યો છે અને દરેક સીટ પાંચ લાખથી વધુ મતે જીતાય એ પ્રકારનું આયોજન કરવાની વિચારણા શરૂ કરી દીધી છે.


તારક મહેતા....ના ચાહકો માટે આવ્યા મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો


ભાજપ 26 એ 26 બેઠક 5 લાખ મતોની લીડથી જીતે એવી રણનીતિ પર પ્રદેશ પ્રમુખ કાર્યરત છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતની તમામ બેઠક કબજે કરે તેના માટે સીઆર પાટીલે અત્યારથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કરવાનું શરૂ કરી દીધું છે. પ્રવાસની સાથે દરેક બેઠક પર પ્રભારીની નિમણૂક સાથે જીતની રણનીતિ પણ પાટિલ ઘડી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


ગુજરાતના રાજકારણમાં મોકા પર ચોકો મારવાની ઘટના : કોણ ચીમનભાઈને પાડી દેવા માગતુ હતું?


પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, દરેક બેઠક પર પ્રભારીની નિમણૂક કરાશે. એટલું જ નહીં પેજ કમિટીને સફળ બનાવવા માટે સીઆર પાટીલે તમામ કાર્યકરોને વંદન કર્યા અને આભાર માન્યો હતો.