કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા મુંડન કર્યું, ગાંધીના પહેરવેશમાં પહોંચ્યા
Gujarat Politics : નવસારીમાં પાટીલ સામે ઉભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ અનોખી રીતે પ્રચાર કરીને ઉમેદવારી પત્ર ભર્યું, તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, આ ચૂંટણી ગોડસે અને ગાંધી વિચાર વચ્ચેની હશે
Loksabha Election 2024 : આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી કરવાની શરૂઆત કરી છે. ઉમેદવારો વિજય મૂહુર્તમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. ત્યારે પાટીલ સામે ઉભા રહેનારા નવસારીના ઉમેદવાર નૈષેધ દેસાઈ ઉમેદવારી કરતા સમયે ચર્ચામાં આવ્યા. નવસારીના કોંગ્રેસના ઉમેદવાર અને નેતા નૈસઘ દેસાઈએ પત્રકાર પરિષદ કરીને ઉમેદવારી નોંધાવી હતી. નૈષેધ દેસાઈ અનોખી રીતે ચૂંટણીનો અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા. નૈષેધ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મુંડન કરાવ્યું. તેમજ ગાંધીજીની જેમ પહેરવેશ ધારણ કરીને પ્રચાર કર્યો હતો. ફોર્મ ભર્યા બાદ સીધા દાંડી જશે. ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
નૈષેધ દેસાઈએ ગાંધી વિચારધારા મુજબ પ્રચાર શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી ગોડસે અને ગાંધી વિચાર વચ્ચેની હશે. ભાજપ નવસારીની ભૂમિને ભૂલી ગયું છે. આજે લોકતંત્ર માટે સત્યાગ્રહ જરૂરી છે. ગાંધીજીની જ્યારે હત્યા થઈ ત્યારે તેઓ હે રામ બોલ્યા હતા. છેલ્લાં 10 વર્ષમાં આપણે તાનાશાહી જોઈ રહ્યાં છીએ. ટીકા કરનારને આ સ્ટંટ લાગતો હશે. શિક્ષણ અને આરોગ્યમાં વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે. ટીવી અને યુટ્યુબનો અવાજ અલગ લાગી રહ્યો છે. પોલીસ, ઈન્કમટેક્સ તમામ કર્મચારીઓને ભય અને લાલચ પેદા કરવામાં આવ્યો છે. મનમોહનસિંહે 118 પત્રકાર પરિષદ કરી. મોદીએ ઝીરો પત્રકાર પરિષદ કરી, પણ કાળું નાણું નહિ લાવ્યા. ઉલટાનું નોટબંધીથી કાળું નાણું સફેદ થઈ ગયું.
Thank you Rupalaji, કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો,આ છે કારણો
તેમણે વધુમાં કહ્યં કે, રાજસત્તાનો આતંક ફેલાવ્યો છે. યોજનાઓમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે તેવું કેગના વડાએ કહ્યું. હે રામ તમારા નામે લૂંટ ચલાવાય છે. હે રામ તમારા નામે વોટની લૂંટ ચલાવાય છે. ચૂંટણી નિરીક્ષકોની નિમણૂંક સરકાર કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઇલેક્શન કમિશનર, રિઝવ બેંકના અધિકારી મોદીએ બનવું જોઈએ. લઈ લો 545, બાકીની સીટો કેમ બાકી રાખો છો. મોદીને જીંનપિંગ બનાવવા નીકળ્યા છો. લોકતંત્રનો અવાજ બંધ કરવા નીકળ્યા છો.
દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ?
નૈષેધ દેસાઈની રાજકીય કારકિર્દી
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર રહી ચૂક્યા છે નૈષદ દેસાઈ તેમજ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. પરંતુ બંને ચૂંટણીમાં તેઓની હાર થઈ હતી. નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ફરી તેમને તક આપી છે. જોકે વર્ષ 2014માં તેઓ સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા અને ભાજપના દર્શના જરદોશ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી. વર્ષ 2014માં દર્શના જરદોશને 7,18,412 મતો મળ્યા હતા. જ્યારે નૈષધ દેસાઈને 1.85,222 મતો મળ્યા હતા. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. સુરત પશ્ચિમથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભા