ધવલ પારેખ, નવસારીઃ  નવસારીમાં લવ જેહાદનો ઘણી બાળકીઓ અને યુવતીઓ શિકાર બની છે. જેમાં બે વર્ષ અગાઉ શહેરની 12 વર્ષીય બાળાને લગ્નની લાલચે ભગાડી જઈ, તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચરનાર યુપીના પરિણીત 29 વર્ષીય વિધર્મી યુવાને આજે નવસારીમાં સ્પેશ્યલ જજે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે પીડિત બાળકીને 4 લાખ રૂપિયાનું વળતર આપવા પણ આદેશ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી જિલ્લામાં વિધર્મી યુવાનો દ્વારા બાળકીઓ અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં બે વર્ષ અગાઉ 3 એપ્રિલ 2021 ના રોજ યુપીના ગોંડાનો મૂળ રહેવાસી અને નવસારીમાં રહેતો સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન અબ્દુલ અઝીઝ રાયની નવસારીના એક પરિવારની 12 વર્ષીય બાળાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી યુપી લઈ ગયો હતો. ત્યાં બાળકીને ફોસલાવી તેની સાથે અનેકવાર શરીર સંબંધ પણ બાંધ્યા હતા. 


આ પણ વાંચોઃ કોંગ્રેસના લલ્લૂઓ 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય, પાટિલે ફેંક્યો પડકાર


બીજી તરફ દીકરી ઘરે ન મળતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પરિવારે દીકરીને શોધી અને એમાં સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન પોતાની સાથે ભગાડી ગયો હોવાનું જાણતા નવસારી ગ્રામ્ય પોલીસમાં માતાએ ફરિયાદ આપી હતી. જેને આધારે ગ્રામ્ય પોલીસ સદ્દામ હુસૈનને શોધવાના પ્રયાસો હાથ ધરતા 18 દિવસે સદ્દામ હુસૈન તેમજ બાળકીને યુપીથી શોધી લાવી હતી. જેમાં આરોપી સદ્દામ હુસૈનની અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલી મૂક્યો હતો. જે કેસ આજે નવસારીના વધારાના સેશન્સ જજ અને સ્પેશ્યલ (પોસ્કો) જજ ટી. એસ. બ્રહ્મભટ્ટની કોર્ટમાં ચાલી ગયો હતો. 

જેમાં કોર્ટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ તેમજ સરકારી વકીલ અજય ટેલરે મહારાષ્ટ્ર અને આસામ હાઇકોર્ટના બે ચુકાદાઓ સાથે જ ગુના સમયે બાળા 12 વર્ષની હોય, તેની મરજી મુજબ કૃત્ય સબંધ બાંધ્યો હોય તો પણ પો એક્ટ હેઠળ મરજી ગણી શકાય નહીં, જેવી ધારદાર દલીલોને ધ્યાને રાખી સ્પેશ્યલ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટે આરોપી વિધર્મી સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન અબ્દુલ અઝીઝ રાયનીને અંતિમ શ્વાસ સુધીની સજા સાથે જ 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પીડિત બાળાને ધી વિક્ટીમ કંપંસેશન એક્ટ 2019 હેઠળ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube