સ્નેહલ પટેલ/નવસારી :નવસારીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના આવી સામે છે. નવસારીની યુવતી સાથે સુરત-મરોલી સ્ટેટ હાઈવે પર જાણીતા રિસોર્ટમાં સામૂહિક દુષ્કર્મ આચરાયુ છે. જાણીતા રિસોર્ટમાં કામ કરતી યુવતીને લગ્ન પ્રસંગમાં રોકી રાખવામાં આવી હતી. પ્રસંગમાં આઈસ્ક્રીમ ખાધા બાદ યુવતી બેભાન થઈ હતી. પરંતુ યુવતી ભાનમાં આવી ત્યારે નવસારીની ખાનગી હોસ્પિટલમાં હતી. રિસોર્ટમાં બેભાન થયા બાદ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ થયાની લેખિત ફરિયાદ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના સ્ટેટ હાઈવે પર એક જાણીતા રિસોર્ટમાં આ ઘટના બની છે. યુવતીએ રિસોર્ટના માલિક સહિત 5 સામે ફરિયાદ નોંધાવી છે. ગ્રામ્ય પોલીસે લેખિત ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તે સ્ટેટ હાઈવે પર આવેલ જાણીતા રિસોર્ટમાં નોકરી કરે છે. આ રિસોર્ટમાં નોકરીનો પ્રસંગ હોવાથી તેને અવારનવાર ત્યાં રોકાવુ પડે છે. ગઈકાલે એક લગ્ન પ્રસંગ હોવાથી તેણે તેમાં આઈસ્ક્રીમ ખાધો હતો, જેના બાદ તે બેહોશ થઈ હતી. તે જ્યારે ભાનમાં આવી ત્યારે તે રિસોર્ટમાં નહિ, પરંતુ હોસ્પિટલમાં હતી.


હોસ્પિટલના બિછાને યુવતીને ધ્યાનમાં આવ્યું કે, તેની સાથે રિસોર્ટમાં કોઈ અઘટિત ઘટના ઘટી છે. તેણે પોતાની સાથે સામૂહિક દુષ્કર્મ થયુ હોવાની શક્યતા છે. તેથી તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે ગ્રામ્ય પોલીસે રિસોર્ટમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.