નવસારીની યુવતી સાથે અનેકવાર શરીરસુખ માણ્યું, ધંધાના નામે 74 લાખ પડાવ્યા, પછી શરૂ થયો અસલી `ખેલ`
નવસારીના અને CRPF પેરા કમાન્ડો મનીષ રાજપૂતે યુવતી સાથે અનેક જગ્યાએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ધંધાના નામે લાખો પડાવનાર મનીષ રાજપૂતની હરકતોથી કંટાળી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઝી બ્યુરો/નવસારી: રાજ્યમાં મહિલાઓ સાથે શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ વધતી જાય છે, ત્યારે નવસારીના અને CRPF પેરા કમાન્ડોનું એક મોટું કારસ્તાન સામે આવ્યું છે. નવસારી શહેરમાં રહેતી યુવતી સાથે CRPF જવાન મનીષ રાજપૂતે મિત્રતા કેળવી શારીરિક સબંધ બાંધી લાખોની છેતરપિંડી કરી છે. યુવતીને વિશ્વાસમાં લઈ ધંધામાં રોકાણ કરાવવાની લાલચ આપી મનીષે સમયાંતરે 74.83 લાખ પડાવ્યા છે. સમય વીતતાં CRPF જવાન મનીષ રાજપૂતે રૂપિયા પરત ન કરી યુવતીને ધમકી આપતા છેતરાયાનો એહસાસ થયો હતો.
ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, આ તારીખથી ફરી કડાકા ભડાકા સાથે ત્રાટકશે મેઘો
નવસારીના અને CRPF પેરા કમાન્ડો મનીષ રાજપૂતે યુવતી સાથે અનેક જગ્યાએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ધંધાના નામે લાખો પડાવનાર મનીષ રાજપૂતની હરકતોથી કંટાળી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ગ્રામ્ય પોલીસ મથકે બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પેરા મીલેટરીમાં ફરજ બજાવતા જવાનની કરતૂત શહેરમાં ચર્ચાના ચકડોળે ચઢી છે.
હવે આ શું થવા બેઠું છે? જમીનમાંથી નીકળ્યો રહસ્યમય ધુમાડો, જ્વાળામુખી ફાટશે તો...!
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, નવસારીમાં રહેતી યુવતીનો 2022માં અમદાવાદના વસ્ત્રાલ ખાતે CRPFમાં પેરાકમાન્ડો તરીકે નોકરી કરતા મનીષકુમાર માર્કન્ડેયસિંહ રાજપુત સાથે પરિચય થયો હતો. આરોપી મનીષ રાજપૂતે પીડિતા યુવતીને વિશ્વાસમાં લઈ અનેકવાર શરીરસંબંધ પણ બાંધ્યા હતા.
સોનું ખરીદતા પહેલા વાંચો! 1 એપ્રિલથી HUID દાગીના જ વેચી શકશે, જાણો શું છે નવો નિયમ?
આ ઉપરાંત મનીષ રાજપૂતે યુવતીને વિશ્વાસમાં લેવા જણાવ્યું હતું કે, મારા દિલ્હી, ગાંધીનગર, સુરત તથા અમદાવાદમાં સારા કોન્ટેક્ટ છે. દિલ્હીના VVIP જેવા કે PM, CM, હોમ મિનિસ્ટર, રાજ્યપાલ, રાષ્ટ્રપતી જેઓ એક વાર ફોર વ્હીલ ગાડી ઉપયોગ કરીને તેની હરાજી કરતા હોય છે અને કારોની લે-વેચના ધંધામાં સારી એવી કમાણી છે. એવું કહીને મનીષને ધંધામાં પૈસાની જરૂરત હોવાનું જણાવ્યું હતું. જેથી યુવતીએ તેના પિતાના જમીનના પૈસામાંથી લખાણ આપ્યા વગર 25 લાખ રોકડા આપ્યા હતા. બીજી વખત 6 લાખ લીધા હતા. ફરી બીજી વાર આરોપીએ યુવતીને સેલવાસમાં વાઈન શોપમાં ભાગીદારી કરવાના નામે 25 લાખ રૂપિયા માગ્યા હતા.
હવે સુરતમાં જતા પહેલાં સાવધાન, નહીંતર સિવિલ હોસ્પિટલમાં લાગી છે દર્દીઓની લાંબી કતારો
યુવતીએ વર્ષ 2022માં અલગ અલગ સમયે આરોપીને કુલ મળી 74.83 લાખ રૂપિયા આપ્યા હતા. 3 મહિના વિતવા છતાં કોઈ વાત આગળ ન વધતા યુવતીએ પોતાના રૂપિયા માગવાની શરૂઆત કરી હતી. પણ યુવકે પૈસા અંગે ઉડાઉ જવાબ આપવાની શરૂઆત કરતા યુવતીને છેતરપિંડી થઈ હોવાની અને દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં અહીં પાઘડી માટે જામે છે અશ્વ અને ઉંટ દોડ, વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ