ધવલ પરીખ/નવસારી: બદલતા વાતાવરણના કહેર સામે માનવી પાંગળો સાબિત થાય છે. ગત સોમવારે પણ વાતાવરણમાં આવેલા પલટાએ તોફાની પવનો અને ભારે વરસાદ સાથે વાંસદામાં અનેક ઘરોના પતરા ઉડાવી દીધા હતા. કુદરતની મારનો શિકાર બનેલા આ પરિવારોની આજે વલસાડ લોકસભાના ઉમેદવાર અને ભાજપની નેતા ધવલ પટેલે મુલાકાત લઈ તેમની સ્થિતિ જાણી હતી અને સરકારમાંથી વહેલામાં વહેલી સહાય મળે એ આશ્વાસન પણ આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદ


નવસારી જિલ્લામાં આકરા તાપથી ત્રસ્ત લોકોને છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં થતો બદલાવ રાહત આપે છે. વાતાવરણમાં બદલાવે ગરમીથી રાહતતો આપી, પણ અનેક લોકોની મુશ્કેલી વધારી છે. જેમાં ગત સોમવારે નવસારી જિલ્લાના વાંસદા સાથે જ ડાંગ, ધરમપુર સહિતના વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણ બદલાયુ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 


'રૂપાલા જીતશે તો EVM જવાબદાર ગણાશે', પ્રજ્ઞાબા ઝાલાએ પદ્મીની બાને લીધા આડેહાથ!


વાવાઝોડાની જેમ ફુકાયેલા પવનોને કારણે વાંસદા તાલુકાના મીંઢાબારી, ઉપસળ, બારતાડ, મહુવાસ સહિતના અનેક ગામડાઓમાં કાચા અને પાકા મકાનોના પતરા તેમજ નળિયા ઉડી ગયા હતા. પવનો સાથે વરસાદ હોવાથી આ મકાનોની ઘરવખરીને પણ નુકસાન થયું હતું. ખાસ કરીને ગામડાઓના આ ઘરોમાં સંગ્રહ કરેલું વર્ષભરનુ અનાજ પલળી જતા ખરાબ થયું હતું. જ્યારે પશુઓનો ચારો પણ પલળતા આદિવાસી પરિવારોની સ્થિતિ કફોડી બની છે. 


કાળજું કઠણ કરીને 4 સગા ભાઈઓએ બ્રેઈન ડેડ ભાઈના અંગોનું દાન કર્યું, 4ના જીવનમાં ઉજાસ


બીજી તરફ તોફાની પવનોએ આંબા ઉપરથી કેરીઓનું ખરણ પણ વધાર્યું હતું. કુદરતના માર સામે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા વાંસદાના અસરગ્રસ્ત પરિવારોને આજે વલસાડ લોકસભાના ઉમેદવાર અને ભાજપી નેતા ધવલ પટેલે વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી હતી. જાત નિરીક્ષણ દરમિયાન ધવલ પટેલે આ પરિવારોની મુશ્કેલી જાણી હતી. 


'જો પાણી નહિ મળે તો અમારો પાક મુરઝાઈ જશે', બનાસકાંઠાના ખેડૂતોને આવ્યો રોવાનો વારો!


સાથે જ તેમને સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પૂરતી સહાય મળી રહે એ માટે પ્રયાસો કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સાથે જ ઘણા પરિવારોનું વર્ષનું અનાજ બગડ્યું છે જેમને પણ ભાજપ અને એનજીઓની મદદથી સહાય કરવાની તૈયારી દર્શાવી હતી.


ગુજરાતનાં RTOમાં એજન્ટો બેફામ...5000થી 8000માં ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નિકળે છે લાઇસન્સ?