નિલેષ પટેલ/નવસારી: સિનિયર સીટીઝન દેશની અમુલ્ય મુડી છે, સિનિયર સિટીઝન એકલા હોય ત્યારે વૃદ્ધ હોવાનો અહેસાસ કરાવે છે પરંતુ બેથી વધુ વડીલો ભેગા થાય છે ત્યારે નાના બાળકની પેઠે મોજ-મસ્તી અને ઘેલ કરતા નજરે પડે છે. સિનિયર સિટિઝનના કાર્યક્રમમાં એક મહિલાએ એવો ડાન્સ કર્યો છે આજના નવ યુવાનોને પણ પાછળ મૂકી દે..


કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે. એમાં પણ 74 વર્ષની ઉંમરે ઉત્સાહપૂર્વક નૃત્ય કરતા વડીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઉંમર એ માત્ર એક નંબર છે એ વસ્તુ નવસારીમાં રહેતા જશોદાબેન પટેલે સાર્થક કરી છે. ગત 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી ડીસ્ટ્રીક સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નવસારી લૂંસીકુલ વિસ્તારમાં રહેતા જશોદાબેન પટેલે પણ આ કાર્યક્રમમાં એક કૃતિ રજૂ કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube