Gujarat Assembly Election 2022: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતપોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. જોવાનું એ રહેશે કે આજે ઈવીએમ મશીનમાં કેદ ઉમેદવારોમાંથી કોના પર કિસ્મત મહેરબાન થાય  છે. રાજકીય પંડિતો કેમ એવું કહેતા હોય છેકે, નવસારીમાં ભાજપની જીત પાકી ગણાય છે? જાણો શું છે તેની પાછળના કારણો અને આ વખતનું પરિણામ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી જિલ્લો
 
બેઠક : નવસારી
રાઉન્ડ : 19
પક્ષ : ભાજપ આગળ  
મત :  71990 મતથી જીત


નવસારી જિલ્લો
 
બેઠક : નવસારી
રાઉન્ડ : 11
પક્ષ : ભાજપ આગળ  
મત : 46965 મતથી આગળ


Navsari Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન...


નવસારી વિધાનસભા બેઠક (Navsari Assembly Seat):
ગુજરાત વિધાનસભા બેઠકમાં 182 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં નવસારી વિધાનસભા બેઠકનો 175મો ક્રમાંક છે. નવસારી વિધાનસભા બેઠક પર 1990થી ભાજપ સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી જીત મેળવી રહ્યું છે. જેમાં ભાજપ નેતા મંગુભાઈ પટેલનું આ બેઠક પર સતત 5 ટર્મ સુધી એટલે કે, 25 વર્ષ સુધી પ્રભુત્વ રહ્યું છે. હાલમાં તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. 1990થી 2007 સુધી મંગુભાઈ અને ત્યાર બાદ 2012 અને 2017માં ભાજપમાંથી પિયુષ દેસાઈએ જીત હાંસલ કરી. વર્ષ 1962થી 1985 સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો.


નવસારી લોકસભા બેઠક:
નવસારી લોકસભા બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. નવસારી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો લીંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી તેમજ નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો જલાલપોર, નવસારી અને ગણદેવી એમ કુલ સાત બેઠકોનો સમાવેશ છે. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર તરીકે હોવાથી નવસારી લોકસભા બેઠકને મીની ભારત પણ કહેવામાં આવે છે. નવસારી લોકસભા બેઠકમાં સુરતના 60 ટકા અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ 7 વિધાનસભાની બેઠકો પર ભાજપનાં ઉમેદવારો ચૂંટાયા હતા. ઉપરોક્ત સાતેય વિધાનસભા બેઠકો અંતર્ગત આવતી નગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પલિકામાં ભાજપનું શાસન ચાલે છે. 


સી.આર.પાટીલનો ગઢ ગણાય છે નવસારીઃ
નવસારી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલનો ગઢ ગણાય છે. સી. આર. પાટીલ સતત વર્ષ 2009થી નવસારી લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સી. આર. પાટીલે નવસારી બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ સી. આર. પાટીલે જીત મેળવીને ભાજપનો પરચમ લહેરાવ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નવસારીની ત્રણ વિધાનસભાની બેઠક પર ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો હતો.


વર્ષ 2022ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં નવસારી વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપે રાકેશ દેસાઈને ટિકિટ આપીને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર દીપક બારોટને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટી તરફથી નવસારી વિધાનસભામાં ઉપેશ પટેલે ઉમેદવારી કરી રહ્યાં છે.


વર્ષ 2017ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં નવસારી વિધાનસભા બેઠક પરથી ભાજપે ફરી એકવાર ઉમેદવાર તરીકે પીયુષ દેસાઈને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પીયુષ દેસાઈને 1,00060 જેટલાં જંગી મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન પટેલને 53,965 મત મળ્યાં હતાં. આ ચૂંટણીમાં ભાજપને ઉમેદવારે 46,095 મતોની સરસાઈથી જીત હાંસલ કરી હતી. ત્યારે નવસારી જિલ્લામાં મતદાનની કુલ ટકાવારી 71.03% હતી.


વર્ષ 2012ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભાની વર્ષ 2012ની ચૂંટણીમાં નવસારી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પીયુષ દેસાઈને 81,601 મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પટેલને 65,620 મત મળ્યાં હતાં. આ ચૂંટણીમાં ભાજપને ઉમેદવારે 15,981 મતોની સરસાઈથી જીત હાંસલ કરી હતી. ત્યારે નવસારી જિલ્લામાં મતદાનની કુલ ટકાવારી 74.57% હતી.