Surat News ધવલ પારેખ/નવસારી : પતિ પત્નીના પ્રેમમાં પડેલી ખટાશમાં વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. જેમાં બંને બાળકો પત્ની સાથે રહેતા હોઈ ગત રોજ બાળકોને મળવા આવેલો પિતા પુત્રને લઈ ભાગ્યો અને સરકારી વસાહતના 8 માં માળે ધાબા પર ચઢ્યો હતો. જ્યાં પોલીસ પિતા પુત્રને શોધવા ધાબા તરફ આવતી જોઈને પિતાએ પ્રથમ પુત્રને ધાબા પરથી નીચે પડતુ મુક્યુ હતુ અને ત્યારબાદ પોતે ધાબા પરથી નીચે મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસે તપાસ આરંભી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના જૂનાથાણા નજીક આવેલી સરકારી વસાહતના સી બ્લોકમાં ત્રીજા માળે રહેતા મોનિકા ગોસ્વામી નવસારીના ઇટાળવા સ્થિત ડાયેટ તાલીમ ભવનમાં સહાયક પ્રાધ્યાપક તરીકે નોકરી કરે છે. જેના વર્ષ 2016 માં રાકેશગીરી ગોસ્વામી સાથે લગ્ન થયા હતા. પરંતુ લાંબા સમયથી રાકેશગીરી નોકરી કરતો ન હોય પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. 9 મહિના અગાઉ મોનિકાએ રાકેશગીરીને વ્યવસ્થિત નોકરી કરવા કહ્યું હતુ, નહીં તો છૂટાછેડા આપી દેવાનું કહેતા રાકેશ મુંબઈ રહેવા જતો રહ્યો હતો. દરમિયાન ગત રોજ રાતે રાકેશગીરી નવસારી આવ્યો હતો અને સરકારી વસાહતમાં ગરબા રમતા મોનિકા અને તેના બે બાળકોમાંથી સાડા ચાર વર્ષીય દ્વિજ ગોસ્વામીને ઉંચકીને ભાગી છૂટયો હતો. જેથી તેને પકડવા ગરબામાં હાજર લોકો પણ ભાગ્યા હતા. પણ રાકેશ તેમના હાથે આવ્યો ન હતો. 


ગુજરાતની A કેટેગરીમાં આવતી નગરપાલિકા માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : જાણો શું છે


બીજી તરફ મોનિકા ગોસ્વામીએ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે રાકેશ અને તેના પુત્રની શોધવા નવસારી એસટી ડેપો, રેલ્વે સ્ટેશન, હાઇવે જેવા તમામ સ્થળોએ તપાસ આરંભી હતી. પરંતુ રાકેશની ભાળ ન મળતાં પોલીસે ટેકનિકલ સર્વેલાન્સની મદદ લીધી હતી. જેમાં રાકેશના મોબાઈલનું નેટવર્ક સરકારી વસાહતમાં જ જણાતા પોલીસે નવસારી ફાયર બ્રિગેડને બોલાવી વસાહતની ઇમારતોમાં તપાસ આરંભી હતી. 


મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન, બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ મુદ્દે કહી મોટી વાત


રાત્રે સાડા દસ વાગ્યાથી અઢી વાગ્યા સુધી સંતાયેલા રાકેશે નીચે હલચલ સાંભળી અને પોલીસ તથા ફાયરને જોઈ હલબડીમાં પ્રથમ પુત્ર દ્વિજને 8 માં માળના ધાબા પરથી નીચે ફેંકી તેની હત્યા કરી હતી. બાદમાં પોતે પણ ધાબા પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. અચાનક ઘટેલી ઘટનામાં માસૂમ પુત્ર અને નિષ્ઠુર પિતાના મોતથી માતાના હોંશ ઉડી ગયા હતા. જ્યારે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટના સ્થળેથી પોલીસે પિતા પુત્રના મૃતદેહને પીએમ અર્થે ખસેડયા હતા. સાથે જ પિતા રાકેશગીરી ગોસ્વામી સામે પુત્રની હત્યા અને પોતે આપઘાત કરતા અક્સ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે


પુત્રને મળવા આવેલા પિતા રાકેશગીરી ગોસ્વામી તેની પત્ની મોનિકા સાથે નોકરી મુદ્દે ઘર કંકાસ હતો. રાકેશગીરી મોનીકાથી કંટાળ્યો હોવાની વાતો પણ વહેતી થઈ હતી. સ્થાનિકોમાં ચર્ચા હતી કે, પુત્રને લઈને ધાબે સંતાયેલા રાકેશે પહેલા ઝેર ગટગટાવ્યું હતુ. દરમિયાન કોઈકને સતત ફોન પણ કર્યા હતા, જેમાં તેની જિંદગી બગાડી હોવાની વાતો પણ હતી. જોકે આ મુદ્દે પોલીસે બંનેના વિસેરા લીધા છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખરી હકીકત સામે આવશે. જોકે હાલ તો એક માતાએ પતિ સાથેના ઝઘડામાં વહાલસોયાને ખોયો છે.


ગુજરાતમા આ શું થવા બેઠું છે! 24 કલાકમાં 8 લોકોના હૃદય બંધ પડ્યા, હાર્ટએટેકનો હાહાકાર