આશ્કા જાની/અમદાવાદ: જે માણસે જિંદગીમાં રૂપિયા જ ના જોયા હોય એને મોટી રકમ મળે તો...કહી કોંગ્રેસીઓ વેચાતા હોવાની વાતને ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ સમર્થન આપ્યું હતું. જોકે કાયદાને આગળ ધરી જેટલો વેચાવા વાળો દોષી એટલો ખરીદવા વાળો પણ દોષી હોવાની વાત કરી પોતાના પક્ષનો બચાવ પણ કર્યો હતો. પ્રભારી રઘુ શર્મા આજે નવસારીની ઉડતી મુલાકાતે હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીની સર્વોદય સોસાયટીમાં ગેરકાયદે બનેલા મંદિરના દબાણને હટાવ્યા બાદ મંદિરનો મુદ્દો રાજકિય રંગ પકડી ચુક્યો છે. જેને કોંગ્રેસ અને આપ બંને ચગાવી પોતાનો રાજનૈતિક રોટલો શેકવાના પ્રયાસો કરી રહ્યા છે. જેમાં આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા નવસારીની ઉડતી મુલાકાતે હતા. 


અહીં પત્રકાર પરિષદમાં તેમણે મંદિર મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કરી પુનઃ મંદિર નિર્માણની માંગ કરી હતી. સાથે જ ભાજપની સરકાર બનાવવા ધારાસભ્યોને ખરીદવાની રાજનીતિ પર પ્રહાર કરી, કોંગ્રેસમાં ધારાસભ્યોએ જીવનમાં એટલા રૂપિયા જ જોયા ન હોય તો...આટલું કહીને કોંગ્રેસીઓ જ એક નથી અને વેચાવા તૈયાર હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ. સાથે જ કાયદા અને ન્યાયની વાત કરી ખરીદનાર અને વેચાનાર બંનેને દોષિત ઠેરવી પોતાનો બચાવ પણ કરી લીધો હતો.


ગુજરાતનમાં વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસની રિપીટ કે નો રિપીટ થિયરી પર સર્વે ચાલી રહ્યો છે, જે જીતી શકે એવા ઉમેદવાર પર જ કોંગ્રેસ દાંવ લગાવશેની વાત કરી હતી. રઘુ શર્માએ ચુંટણી આવતા જ નવા નવા રાજકીય પક્ષો વરસાદમાં દેડકા બહાર આવતા હોય છે એ રીતે આવી જતા હોવાની વાત કરી આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો હતો. જેની સાથે જ દક્ષિણ ગુજરાતમાં સારા દેખાવ સાથે બેઠકો જીતવાનો વિશ્વાસ પણ દાખવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube