ધવલ પરીખ/નવસારી : એક વર્ષ અગાઉ નવસારીની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી, રાજસ્થાન લઇ જઈ, ત્યાં તેના બાળકની હત્યા કરીને દફનાવી દેવાની ઘટનાના આરોપીને નવસારી ટાઉન પોલીસે રાજસ્થાનના સઉ પદમસીંગ ગામમાં હેર સેલૂનમાં દાઢી કરાવવાના બહાને હત્યારા આરોપીને દબોચી લીધો હતો. અગાઉ પોલીસે મુખ્ય આરોપીને પકડ્યો હતો, જયારે હજી બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડૉકટર બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર; આરોગ્ય મંત્રીની આ જાહેરાતથી ઉછળી પડશો!


સગીરાને લગ્નની લાલચે ભોગવી ગર્ભવતી બનાવી
નવસારી શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી સગીરાને એક વર્ષ અગાઉ શહેરના દરગાહ રોડ ખાતે સેલૂન ચલાવતા અને મુળ રાજસ્થાનના મોતીલાલ નિમ્બારામ નાઈએ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેને લગ્નની લાલચે ભોગવી ગર્ભવતી બનાવી હતી. સંસાર માંડવાના સપના સેવતી સગીરાને મોતીલાલ ભગાડીને રાજસ્થાન પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં સગીરાએ બાળકને જન્મ આપતા જ મોતીલાલ સાથે તેના ભાઈ ઓમપ્રકાશ ઉર્ફે ઓમો અને અન્ય બે આરોપીઓએ નવજાત બાળકને મારીને તેને કાપડની ગોદડી અને રૂમાલમાં વિટાળીને જમીનમાં દાટી દીધુ હતું. 


અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશો! ગ્રહોની સ્થિતિના કારણે ગુજરાતમાં થશે 'રમણભમણ'


પોસ્કો, બળાત્કાર, અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો
સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસમાં સગીરાના પરિવારે ફરિયાદ આપતા પોલીસે આરોપી મોતીલાલ નાઈ સામે પોસ્કો, બળાત્કાર, અપહરણ અને હત્યાનો રાજસ્થાન જઈને દબોચી જેલના હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં મોતીલાલને તેના ભાઈ ઓમપ્રકાશ અને અન્ય બે સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. જોકે મોતીલાલ પકડતા ઓમપ્રકાશ ફરાર થઇ ગયો હતો અને પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. 


CM ભૂપેન્દ્ર પટેલનો ખાનગી સોસાયટીઓને લઈ મહત્વનો નિર્ણય, આ 4 નગરોના વિકાસને મળશે વેગ


પોલીસે દાઢી કરાવવાના બહાને જઈ આરોપીને દબોચ્યો
દરમિયાન વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઈવ દરમિયાન નવસારી ટાઉન પોલીસને બાતમી મળી કે ઓમપ્રકાશ રાજસ્થાનના તેના ઘરથી 12 કિ.મી દૂર આવેલા સઉ પદમસીંગ ગામમાં હજામતની દુકાન ચલાવે છે. જેથી નવસારી ટાઉન પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી, સઉ પદમસીંગ ગામ મોટુ હોવા સાથે જ ગામમાં 10 જેટલા સેલૂન હતા, જેમાંથી હત્યારોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમોને શોધવો મુશ્કેલ હતો. જેથી પોલીસે બધી દુકાનમાં દાઢી કરાવવાના બહાને જઈ, તપાસ આરંભી હતી.


ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે ખુશખબર; આવી રહી છે સૌથી મોટી ભરતી 


દરમિયાન ઓમ હેર આર્ટમાં દાઢી કરવા પહોંચેલી પોલીસે દાઢી કરાવતા વાત વાતમાં દાઢી કરવા વાળો હજામ જ હત્યારોપી ઓમો હોવાની ખબર પડતા તરત જ તેને દબોચી નવસારી લઇ આવી હતી. પોલીસે 38 વર્ષીય આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમો નાઈની ધરપકડ કરી હતી. જયારે ગુનામાં સહયોગ આપનારા અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.