નવસારી: Navsari Lok Sabha Result Election 2024: નવસારીમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ તરફથી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ચૂંટણી મેદાનમાં હતા. તો કોંગ્રેસે નૈષદ દેસાઈને ટિકિટ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા બેઠક અંતર્ગત સાત વિધાનસભા બેઠક આવે છે. જેમાં લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવીનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે સીઆર પાટીલ
નવસારી લોકસભા સીટ પર ભાજપે ચોથી વખત સીઆર પાટીલને રીપીટ કર્યા છે સાંસદ સીઆર પાટીલે નવસારી સહિત રાજ્યની તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુ મતોથી જીતવાની રણનીતિ બનાવી છે. જેમાં નવસારી સાત લાખથી વધુ મતોથી જીતાય એવો નવસારી લોકસભાના કાર્યકર્તાઓનો લક્ષ્યાંક છે. સીઆર પાટીલ પેજ પ્રમુખના પ્રણેતા ગણાય છે. એ પેજ પ્રમુખનો કોન્સેપ્ટ આજે ભાજપ દેશભરમાં અમલ કરી રહી છે. નવસારી બેઠક પર પાટીલનું મજબૂત નેટવર્ક છે. સીઆર પાટીલ રાજકીય ગણિતના માંધાતા છે. મોદી એટલે જ એમની પર ભરોસો મૂકે છે. 


બેઠક નવસારી 
ભાજપ
802826

કોંગ્રેસ
202181

ભાજપ લીડ
600645

ભાજપ વોટ શેરિંગ
77.1 ટકા

કોંગ્રેસ
19.3  ટકા

નોટા
15469
======


ભાજપ
340454


કોંગ્રેસ
87835


ભાજપ લીડ
252619


ભાજપ વોટ શેરિંગ
76.6 ટકા


કોંગ્રેસ
19.8 ટકા


નોટા
7580


======
આગળ : સી આર પાટીલ ભાજપ 
307650 મતો મળ્યા


પાછળ : નૈષધ દેસાઈ કોંગ્રેસ 
75962મતો મળ્યા


231688 મતોથી સી. આર. પાટીલ આગળ


નવસારી


ભાજપ
302292


કોંગ્રેસ
82528


ભાજપ લીડ
219764


ભાજપ વોટ શેરિંગ
75.6 ટકા


કોંગ્રેસ
20. 6 ટકા


નોટા
6771


LS Result: બારડોલીમાં 'પ્રભુ' હેટ્રિક મારશે કે થશે ક્લિન બોલ્ડ? જાણો બેઠકનો ઇતિહાસ


પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વર્ષે તમામ લોકસભાની બેઠકો 5 લાખની લીડથી જીતવાનો નિર્ણય લીધો છે. જો આ શક્ય બન્યું તો ગુજરાત ઈતિહાસ રચશે. દેશમાં સૌથી વધારે લીડથી જીતનારા ટોપ ટેન નેતાઓમાં મોટાભાગના નેતાઓ ગુજરાતીઓ હશે. આમ ભાજપ અને દેશના રાજકારણમાં ગુજરાતના નેતાઓ બાહુબલી બનીને બહાર આવશે. દેશની રાજનીતિમાં પણ આ નવો રેકોર્ડ રચાશે. 


નવસારીથી સતત ત્રીજીવાર ચૂંટાયા
કોન્સ્ટેબલની નોકરી છોડીને રાજકારણમાં આવેલા સી આર પાટીલ 2019માં ગુજરાતની નવસારીની લોકસભા બેઠકથી સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા હતા. તેમણે 6.89 લાખ રેકોર્ડબ્રેક લીડથી જીત મેળવી હતી. 


કોણ છે નૈષદ દેસાઇ
આ વખતે લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે નૈષદ દેસાઇને મેદાને ઉતાર્યા છે. નૈષદ દેસાઇ સુરત લોકસભાના ઉમેદવાર રહી ચૂક્યા છે તેમજ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. પરંતુ બંને ચૂંટણીમાં તેઓની હાર થઈ હતી. નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ફરી તેમને તક આપી છે. નૈષદ દેસાઈ સીઆર પાટીલની સરખામણીમાં ઓછો જાણીતો ચહેરો છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ની જાહેરાત કરવામાં મોડું કરવામાં આવતા નૈષદ દેસાઈને સમગ્ર લોકસભા વિસ્તારમાં પ્રચાર માટેનો સમય ઓછો મળ્યો હતો. 


Mehsana Lok Sabha Result: મહેસાણામાં ભગવો લહેરાશે કે પંજો કમળને કચડશે? જાણો સમીકરણો


જોકે વર્ષ 2014માં તેઓ સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા અને ભાજપના દર્શના જરદોશ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી. વર્ષ 2014માં દર્શના જરદોશને 7,18,412 મતો મળ્યા હતા. જ્યારે નૈષધ દેસાઈને 1.85,222 મતો મળ્યા હતા. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. સુરત પશ્ચિમથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.


આ બેઠક પર કોંગ્રેસની હારના કારણોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ સંગઠન માં નબળો છે કોંગ્રેસ પાસે દિગ્ગજ કાર્યકરો છે પણ એ મેદાનમાં નથી તેઓ પ્રજાના પ્રશ્નો છે પણ એ પ્રશ્નોને વાચા આપવા માટે એકત્ર થતા નથી વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા કોંગ્રેસના નેતા પક્ષને અસ્તિત્વ જાળવવા પણ સક્ષમ નથી.