પાણીમાં 36 કલાક મોત સામે ઝઝૂમેલા 14 વર્ષના લખનને પાટિલે એવી તે શું સલાહ આપી, જે બની ચર્ચાનો વિષય
Surat News: સુરતના ડુમ્મસના દરિયામાં ડૂબી ગયા બાદ, વિસર્જિત ગણેશ પ્રતિમાના અવશેષના સહારે 24 કલાક સુધી મોત સાથે સંઘર્ષ કરીને જીવિત રહેલા લખન દેવીપુજકને નવસારીના ભાટ ગામના માછીમાર રસિક ટંડેલ અને તેમની ટીમે બચાવ્યો હતો.
ધવલ પરીખ/નવસારી: કહેવાય છે કે જીવન મોત સામે જીતી શકતુ નથી, પણ 24 કલાક દરિયાની લહેરો સાથે બાથ ભીડીને મોતને હરાવી નવજીવન પામેલા લખનની આજે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે મુલાકાત લઈ, તેના સ્વાસ્થય અંગે માહિતી મેળવી હતી. સાથે જ લખનને નવું જીવન મળતા બરાબર ભણવા સાથે જ ડોકટર બનીને સમાજની સેવા કરવાની સલાહ પણ આપી હતી,
અંબાલાલ કરતા ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમા શિયાળાને લઈ કર્યો ભયાનક વરતાર
સુરતના ડુમ્મસના દરિયામાં ડૂબી ગયા બાદ, વિસર્જિત ગણેશ પ્રતિમાના અવશેષના સહારે 24 કલાક સુધી મોત સાથે સંઘર્ષ કરીને જીવિત રહેલા લખન દેવીપુજકને નવસારીના ભાટ ગામના માછીમાર રસિક ટંડેલ અને તેમની ટીમે બચાવ્યો હતો. લખન 36 કલાક દરિયામાં વિતાવ્યા બાદ આજે મળસ્કે 4:30 વાગ્યા આસપાસ ધોલાઈ બંદરે પહોંચ્યો હતો. જેને પ્રાથમિક સારવાર બાદ નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવમાં આવ્યો છે. જ્યાં તેની તબિયત હવે સ્થિર છે અને દરિયામાં વિતાવેલા ભયાવહ 24 કલાકને લખન ભુલી રહ્યો છે.
નરેશ પટેલનો યુવાઓને હુંકાર : સવા કરોડ જેટલી વસ્તી છે, જરૂર પડે ત્યારે ભેગુ થવું
નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જિલ્લા ભાજપની ટીમ સાથે હોસ્પિટલમાં લખનની મુલાકાત લઈ તેની તબિયતની પૃચ્છા કરી હતી. ચમત્કાર રૂપ દરિયામાંથી બચીને આવ્યા બાદ લખનને બરાબર ભણવા સાથે જ ડોકટર બનીને સમાજની સેવા કરવાની પણ સલાહ આપી હતી. જ્યારે પિતા અને જિલ્લા પોલીસ વડા પાસેથી સમગ્ર ઘટના ક્રમની માહિતી લઈ લખનને મદદરૂપ થનાર સૌને અભિનંદન આપ્યા હતા.
કેનેડામાં રોટલો-ઓટલો શોધવાનો ગુજરાતી વિદ્યાર્થીઓનો કડવો અનુભવ, શેરિંગ રૂમનો ખુલાસો
હોસ્પિટલમાં લખનને સલામત જોતા તેના મામાની આંખો છલકાઇ ગઈ હતી. મામાને જોતા જ લખને દરિયામાં વિતાવેલા કલાકોની વ્યથા વર્ણવી હતી. તરવાનું ન જાણવા છતાં લખને પાણી પર ઉંધો થઈ શરીરને હલકું કરીને તરવાનો પ્રયાસ કરી, બચવા માટે કોઈ આશરો શોધ્યો અને બપ્પાના આશિર્વાદ મળ્યા, ગણેશ પ્રતિમાના અવશેષ રૂપ લાકડું મળતા તેના ઉપર બેસી પોતાને બચાવ્યો હોવાની આપવિતી સંભળાવી હતી.
સુરતમાં ઉજ્જૈન જેવી ઘટના : કિશોરી સાથે યુવકે રેપ કર્યો, બાદમાં બે મિત્રોને બોલાવ્યા
જ્યાં સામાન્ય પાણી ભરેલા ખાબોચિયા કે ડોલમાં પણ માણસની ભૂલને કારણે મોત મળે છે. ત્યાં દાદીએ ના કહેવા છતાં નાહવા પડેલો લખન દરિયામાંથી જીવતો બહાર આવ્યો છે. ત્યારે તેના ઉપર દૈવી આશીર્વાદ અને ચમત્કારની વાતો ચર્ચામાં રહી છે.
સમૃદ્ધ ગુજરાતમાં પગારના ફાંફા, ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના 18 રાજ્યો કરતા ઓછો