નવસારીઃ નવસારી જિલ્લાના બિલિમોરામાં એક મકાન ધ્વસ્ત કરવા સમયે મજૂરોના હાથમાં મોટો ખજાનો આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ સોમવારે કહ્યું કે 199 સોનાના સિક્કાની ચોરીના આરોપમાં પાંચ મજૂરોની ધરપકડ કરવામાં આવી છે. આ સિક્કા પર કિંગ જોર્જ પંચમની છબી કોતરવામાં આવી છે. જે મકાનમાં ખજાનો  મળ્યો છે કે બજાર સ્ટ્રીટ પર સ્થિત એનઆરઆઈ હવાબેન બલિયાનું છે. વર્તમાન સમયમાં એનઆરઆઈ હવાબેન બલિયા યુનાઇટેડ કિંગડમના લીસેસ્ટરમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીએ જણાવ્યું કે હવાબેન બલિયાએ કોન્ટ્રાક્ટર સરફરાઝ કરાદિયા અને પાડોશી મધ્ય પ્રદેશના અલીરાજપુરના રહેવાસી ચાર મજૂરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેણે તોડફોન કરી હતી. નવસારી પોલીસ અધીક્ષક સુનીલ અગ્રવાલે કહ્યું- એક વારસાગત ઘરમાંથી સોનાના સિક્કાની ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કુલ પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ચોરી થયેલા સિક્કાની સંખ્યા પર કોઈ સ્પષ્ટતા નથી. મકાન માલિકે 21 ઓક્ટોબરે એફઆઈઆર દાખલ કરાવી હતી.


આ પણ વાંચોઃ હવે રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી


એસપીએ કહ્યું- પાંચે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406 (ગુનહિત વિશ્વાસઘાત) અને 114 (અપરાધના સ્થળે હાજર પ્રેરક) હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. આરોપીઓએ માળખું ધરાશાયી કરવા સમયે સિક્કા ચોરીની વાત કબૂલ કરી છે. એક પોલીસ ટીમે છ વખત અલીરાજપુરનો પ્રવાસ કર્યો અને ચાર મજૂરોની ધરપકડ કરી છે. વલસાડના કોન્ટ્રાક્ટરની પણ 26 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેને 3 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.


પોલીસે જણાવ્યું કે આરોપીઓના ઘરોમાંથી કિંગ જોર્જ પંચમની કોતરણીવાળા કુલ 199 સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે, જે 1922ના છે. દરેકનું વજન 8 ગ્રામ છે. આ સિક્કાની કિંમત 92 લાખ રૂપિયા છે. નોંધનીય છે કે મજૂરોમાંથી એકની ફરિયાદ પર અલીરાજપુરના સોંડબા પોલીસ સ્ટેશનમજાં એફઆઈઆર દાખલ થયા બાદ મધ્યપ્રદેશના ચાર પોલીસકર્મીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. દાવો હતો કે પોલીસકર્મીઓએ કેટલાક સિક્કા લૂંટ્યા હતા. 


આ પણ વાંચોઃ સુરતમાં બેફામ બન્યો કાર ચાલક, ફૂટપાથ પર સૂતેલી 4 મહિનાની બાળકીને કચડી નાખતા થયું મોત


એસપીએ જણાવ્યું કે નવસારી પોલીસ હવે આ કેસમાં આગળની કાર્યવાહી કરતા  એમપીના પોલીસકર્મીઓની પૂછપરછ કરવા અને તેના કબજામાંથી સિક્કાને જપ્ત કરવા માટે કોર્ટમાંથી મંજૂરી માંગશે. હાલ આ જપ્ત કરાયેલા સિક્કા કોર્ટની પાસે છે. તે કોર્ટના ચુકાદાના આધાર પર રાજ્ય સરકાર કે ફરિયાદીને સોંપી દેવામાં આવશે. હવે કોર્ટ તે નક્કી કરશે કે સિક્કા રાષ્ટ્રીય સંપત્તિ છે કે ખાનગી સંપત્તિ. પોલીસ આ મુદ્દે સ્પષ્ટતા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને ગુજરાત સરકાર પાસે પણ જાણકારી માંગશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube