Navsari Heavy Rains: નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં ગત મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ બની છે કાવેરી 19 ફૂટની તેની ભયજનક સપાટી ઉપર પહોંચી છે અને નીચાણ વાળા વિસ્તારોમાં કાવેરીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે. ચીખલીના રિવરફ્રન્ટ ખાતે રોદ્ર સ્વરૂપ અહલાદક લાગી રહ્યું છે. રિવરફ્રન્ટ પર નદીના જળસ્તર જોવા આવતા સહેલાણીઓ નદી સુધી ન પહોંચે એ માટે ચીખલી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ? 'એલર્ટ' વાળી આગાહી


ઉલ્લેખનીય છે કે ગત મોડી રાતે બાર વાગ્યાથી નવસારીમાં ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે આજે બપોરે 12:00 વાગ્યે પુરા થતા 12 કલાકમાં ખેરગામ તાલુકામાં 15 ઇંચ વરસાદ જીકાયો છે જેની સાથે વાંસદા અને ડાંગ જિલ્લાના સાપુતારા આહવા વઘઈમાં પણ પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની સ્થિતિ વિકટ બને એવી શક્યતા જોવાઈ રહી છે. વરસાદ ધીમો ન પડે તો નદીઓ હજી ગાંડી થશે અને નીચાણ વાળા વિસ્તારોમાં પ્રવેશી વિનાશ નોતરશે એવી એવી સંભાવના જોવાઈ રહી છે. જિલ્લા તંત્ર દ્વારા પણ નદીઓની સ્થિતિ ઉપર સતત થાતી નજર રાખી વેચાણ વાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરી છે. 


સ્પેસમાં ફસાયેલી મહેસાણાની દીકરી માટે વતનમાં પ્રાર્થનાનો દોર શરૂ, વતનમાં હોમ-હવન
 
સુરતનાં ઉધના લિંબાયત ગરનાળા ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાયા!
સુરતનાં ઉધના લિંબાયત ગરનાળા ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાયાં છે. મોડી રાતથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે.લીંબાયત ગરનાળા પાણી ભરાતા નોકરીએ જતા લોકો અટવાયા છે. રાહદારી સહિત વાહન ચાલકોને ઘૂંટણ સમાન પાણીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે. 


ડાકોર મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું! જાણો જન્માષ્ટમીના રોજ ઠાકોરજીના દર્શનનો સમય


અનેક વાહનો પાણીમાં બંધ થઈ જતા વાહન ચાલ લોકોને ધક્કો મારવાનો વારો આવ્યો છે. જ્યારે મનપાની નબળી કામગીરી સામે લોકો સવાલો પણ ઊભા કરી રહ્યા છે. વાત કરવામાં આવે સુરત શહેરમાં મોડી રાતથી ક્યાંક રીમઝીમ તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી છે. કે ચેતવણી નાં પગલે સવારથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં સતત રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે.