હીરા ઉદ્યોગમાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડી
Success Story : હીરામાં મંદી આવવાને કારણે નવસારીના હિતેશ નાઈએ શાકભાજી અને ફળોના આવા ઔષધીય ગુણોને ધ્યાને રાખી જ્યૂસ, ગરમ સૂપ અને શેક બનાવી વેચવાનું શરૂ કર્યું છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. વિવિધ શકભાજીના જ્યૂસને શહેરના જાણીતા આહાર શાસ્ત્રી શરીર માટે ઉત્તમ માની રહ્યા છે. ઔષધીય ગુણ ધરાવતા આ જ્યૂસ પીધા પૂર્વે ત્રણ કલાક અને પીધા બાદ દોઢથી બે કલાક ભુખ્યા રહેવાની સલાહ આપે છે, કારણ ભૂખ્યા પેટે પીધેલ જ્યૂસ જ ઔષધીનું કામ કરશે
Navsari News ધવલ પારેખ/નવસારી : કોરોના કાળ બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. શાકભાજી અને ફળોમાં પણ ઔષધીય ગુણો રહેલા છે, ત્યારે અનેક બીમારીઓને નિયંત્રિત કરવા માટે તેમજ શરીરને જરૂરી વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન્સ માટે પણ શાકભાજી અને ફળોના જ્યૂસ (પીણાં) અકસીર સાબિત થાય છે. શિયાળામાં કસરત સાથે આરોગ્યવર્ધક શાકભાજી અને ફળોના જ્યૂસ પીવાનું લોકો પસંદ કરી રહ્યા છે.
શિયાળો આવતા જ લોકો આરોગ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવે છે. ખાસ કરીને કસરત કરીને શરીરને તંદુરસ્ત રાખવાનો પ્રયાસ થાય છે, પરંતુ બહારથી શરીરને મજબૂત કરવા સાથે આંતરિક રીતે પણ મજબૂત રાખવા અનેક વાનગીઓ બનતી હોય છે. પરંતુ આપણા શાકભાજી અને ફળો પણ ઔષધીય ગુણ ધરાવે છે, જેના જ્યૂસ, સૂપ અને શેક પીવાથી શરીરના અનેક રોગોમાં રાહત મળે છે, સાથે જ શરીરને જરૂરી પોષકતત્ત્વો પણ મળી રહે છે. નવસારીમાં અલગ અલગ જગ્યાએ આવા જ આરોગ્યપ્રદ પીણાં વેચાવા માંડ્યા છે. સવારે કસરત કરવા આવતા લોકો પાલક, ટામેટા, દૂધી, કારેલા, લીંબુ, આદુ, આમળા, બીટ, ગાજર, હળદર, સરગવો, નારિયેળ પાણી, તરબુચ, ચીકુ, પાઈનેપલ, કેળા, મોસંબી, જાંબુ, વરિયાળી, જ્વારા વગેરેના જ્યૂસ અને શેક પોતાની પસંદ અને જરૂર અથવા ડાયેટ પ્રમાણે પીને શરીરને તંદુરસ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ્યૂસ (પીણાં) માં બીટ ચામડી અને વાળ માટે, સરગવો ડાયાબિટીસ અને સાંધાના દુખાવામાં, જાંબુ અને કારેલા ડાયાબિટીસ, દૂધી હૃદયને સ્વસ્થ રાખવા, હળદર અને આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારવા, કેળા, નારિયેળ વગેરે પ્રોટીન્સ માટે જ્યારે જ્વારા જ્યૂસ કેન્સરની બીમારીમાં રામબાણ કામ કરે છે. ત્યારે નવસારીજનો પણ પોતાની બીમારીઓના સમાધાનમાં ઔષધીય ગુણોથી ભરપૂર શાકભાજી અને ફળોના જ્યૂસ પીવાનું પસંદ કરી રહ્યા છે.
[[{"fid":"622384","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"healthy_juice_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"healthy_juice_zee3.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"healthy_juice_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"healthy_juice_zee3.jpg"}},"link_text":false,"attributes":{"alt":"healthy_juice_zee3.jpg","title":"healthy_juice_zee3.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
નવસારી શહેરના લુન્સીકૂઈ મેદાનની સામે હીરામાં મંદી આવવાને કારણે હિતેશ નાઈએ શાકભાજી અને ફળોના આવા ઔષધીય ગુણોને ધ્યાને રાખી જ્યૂસ, ગરમ સૂપ અને શેક બનાવી વેચવાનું શરૂ કર્યું છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. લુન્સીકૂઈ મેદાનમાં દોડવા, ચાલવા આવતા શહેરીજનો, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના યોગા, ઍરોબિક્સ અને અલગ અલગ વ્યાયામ શાળામાં કસરત કરવા આવતા લોકો શાકભાજી અને ફળોના જ્યૂસ પીવાનું પસંદ કરી રહ્યા છે. જોકે વિવિધ શકભાજીના જ્યૂસને શહેરના જાણીતા આહાર શાસ્ત્રી શરીર માટે ઉત્તમ માની રહ્યા છે. ઔષધીય ગુણ ધરાવતા આ જ્યૂસ પીધા પૂર્વે ત્રણ કલાક અને પીધા બાદ દોઢથી બે કલાક ભુખુ રહેવાની સલાહ આપે છે, કારણ ભૂખ્યા પેટે પીધેલ જ્યૂસ જ ઔષધીનું કામ કરશે. સાથે જ તેઓ ફળોના જ્યૂસને ડોકટરની સલાહ પ્રમાણે પીવાનું માને છે, કારણ ફળોના જ્યુસથી શરીરમાં શુગરની માત્રા વધવાની સંભાવના રહેલી છે.
શિયાળામાં વિવિધ પ્રકારના અળદિયા પાક, ખજૂરપાક, ગુંદરપાક, મેથીપાક જેવા પાક સાથે વસાણાં, કચ્ચરીયુ વગેરે ખાઈને લોકો શરીરને અંદરથી મજબૂત રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ સમાન્ય લોકો માટે મોંઘવારીમાં આવા પાક મુશ્કેલ જણાય છે, ત્યારે શાકભાજી અને ફળોના જ્યૂસ સસ્તા અને લાભદાયી સાબિત થાય છે.
દેખો અપના દેશ! વિદેશમાં વસતા ભારતીયો ભારત ભ્રમણે નીકળ્યા, ફરતા ફરતા ગુજરાત આવી પહોંચ્યા