સ્નેહલ પટેલ/નવસારી :ભારતમાં હજી પણ ખૂણે ખૂણે આવેલા ગામડાઓમાં અંધશ્રદ્ધા (Superstition) ના નામે વિવિધ ખેલ ચાલતા જોવા મળે છે. સોશિયલ મીડિયા (Social Media) ના કારણે હવે આવી અંધશ્રદ્ધા બહાર આવવા લાગી છે. ત્યારે નવસારી (Navsari) ના વાંસદા તાલુકાના નિરપણ ગામે પરંપરાગત માવલી માતાની પૂજા દરમ્યાન સળગતા અંગારાના ખેલનો વીડિયો (Video) સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નિરપણ ગામે માવલી માતાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં ખાસ એવા સળગતા અંગારાનો ખેલ થાય છે. જેમાં ગામના ભુવાઓ માવલી માતાના પૂજા બાદ સળગતા અંગારા ખાવા અને સળગતા લાકડા વડે શરીર પર મારવાની પ્રથા છે. નિરપણ ગામે અનાજ ધાન્યની કાપણી પહેલા માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. 


સળગતા અંગારા પર ચાલીને માવલી માતાની આરાધના કરવાની આ પરંપરા બહુ જ જૂની છે. વાંસદા તાલુકાના આજુબાજુના ગામના લોકો આજે પણ સળગતા કોલસાના કરતબો કરી માવલી માતાની પૂજા-આરાધના કરે છે. ત્યારે જુઓ નવસારીમાં માવલી માતાની પૂજા દરમિયાન કેવી રીતે સળગતા અંગારાનો ખેલ થાય છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :