ધવલ પરીખ/નવસારી: નવસારીના જયશંકર પાર્ટી પ્લોટમાં ILTS ની એક્ઝામ આપવા આવેલા બીલીમોરાના પિતા પુત્ર જોખમી રીતે કેળ સમા પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નવસારી નગરપાલિકાના બંધ શોપિંગ સેન્ટર પાસેના ગરનાળા પાસેથી પસાર થતા પુત્રનો પગ ધસમસતા પ્રવાહમાં સ્લીપ થતાં નાળામાં તણાયો હતો. જેને પિતા બચાવવા ગયા પણ તેઓ પણ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની ફરી એક ડરામણી આગાહી! નર્મદા ડેમ ઓવરફ્લો થશે અને સાબરમતીમાં પૂર આવશે!


જેમાં સ્થાનિકોને જાણ થતા તેઓ તાત્કાલિક બચાવવા દોડ્યા હતા. જેમાં પિતાને બચાવી લેવાયા હતા, જ્યારે પુત્ર ગરનાળાના નાળામાં તણાઈને લાપતા બન્યો હતો. જેને શોધવામાં નવસારી ફાયરના જવાનોએ ઘણી મહેનત કરી, પણ હજી સુધી મૃતદેહ મળ્યો નથી. પિતા પુત્ર રસ્તાથી અને જગ્યાથી અજાણ હોય ગરનાળાની પાળી પાસેથી પસાર થવા જતા દુર્ઘટના ઘટી હતી. 


અમદાવાદમાં અતિભારે વરસાદ! 7 અંડરપાસ બંધ; વાસણા બેરેજના 12 ગેટ ખોલાયા, નહીં તો...


જોકે પિતા પુત્રની જોખમી રીતે પાણીમાંથી નીકળવાની બહાદુરી પુત્રના મોતમાં પરિણમી હતી. જ્યારે સ્થાનિકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.


આ ભયંકર VIDEO's તમને હચમચાવી દેશે! લોકોની ચીસાચીસ, 'દીદી પપ્પા તણાયા, બાપા તણાયા...!