ધવલ પરીખ/નવસારી: પોતાની કાર સાથે વિશ્વના ખુણા ખૂંદવા નીકળી પડતી મૂળ નવસારીની NRI દિકરી ભારૂલતા કાંબલે આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે પોતાના બે દિકરાઓ સાથે કાર પ્રવાસ કરી ભારતની ચારેય દિશાઓના ચારેય ખૂણાઓ પર તિરંગો લહેરાવશે. સાથે જ પ્રાકૃતિક ખેતીના પ્રમોશન સાથે પ્રારંભિક સ્તરે કેન્સરને નાથી શકાયનો સંદેશ પણ ફેલાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના જલાલપોર તાલુકાના આટ ગામની દિકરી અને લંડનમાં સ્થાયી થયેલી સાહસી NRI ભારૂલતા કાંબલે કાર દ્વારા વિશ્વના અનેક દેશો ફરવાના કીર્તિમાન બનાવી ચુકી છે. ત્યારે ફરી એકવાર પોતાના બે દિકરાઓ સાથે ભારતની આઝાદીના 75 માં વર્ષે જ્યારે દેશ આઝાદીના લાડવૈયાઓને યાદ કરી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.


ખરા રાષ્ટ્રભક્ત! ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સાચવીને હીરો બની ગયા


આઝાદીમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે જ દેશના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ છેડાઓ સુધી પહોંચી ભારતનો તિરંગો લહેરાવી ભારતીયોમાં દેશદાઝ જગાવશે. યાત્રા દરમિયાન ભારૂલતા કાંબલે અને એમના બંને દિકરાઓ કેન્સરને પ્રારંભિક સ્તરે ડામી શકે છે, સાથે જ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એવા સંદેશને પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. 


મોરબીના યુવાનમાં તિરંગા પ્રત્યે અનોખો પ્રેમ: દિવાસળીમાં અંકિત કર્યો લોગો, અડધા ઈંચનો બનાવ્યો 'નેનો તિરંગો'


ભારૂલતા કાંબલે મિશન ભારત અંતર્ગત 65 હજાર કિમીનું અંતર 5 મહિનામાં બે ભાગમાં પૂર્ણ કરશે. ભરૂલતા કાંબલેની મિશન ભારત કાર યાત્રાને ભારત સરકારના સામાજિક ન્યાય વિભાગના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube