અમદાવાદ: વડાપ્રધાન નરેંદ્ર મોદીને જાનથી મારવાની માઓવાદીઓના કાવતરાનો પર્દાફાશ થયા બાદ આ મામલે રાજકીય નિવેદનબાજી અટકવાનું ના લેતી નથી. હવે ગુજરાતના દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સખત ટિપ્પણી કરી છે. તેમણે ટોણો મારતાં કહ્યું કે પીએમ મોદીની છાતી 56 ઇંચની છે, તેમને કોણ મારી શકે છે. અમારા જેવા નાના માણસોની હત્યા કરવામાં આવી શકે છે. મધ્ય પ્રદેશના ખેડૂતોની છાતી પર ગોળી વાગી છે. ગુજરાતના દલિતો પર ગોળી વાગી શકે છે. મજૂરોને ગોળી વાગી શકે છે. રવિ પુજારીની મને ધમકી મળી શકે છે. મોદીજી તો 56 ઇંચની છાતી લઇને ફરે છે, તેમને શું ડર. તેમછતાં જો આટલો ડર લાગે છે તો મેં તો તેમને સલાહ આપી હતી કે હિમાલય પર જતા રહે...નિવૃતિ લઇ લે. તેમછતાં અમે કામના કરીશું જે મોદીજી શું આ દેશના 130 કરોડ લોકોમાંથી કોઇ અસુરક્ષિત ન રહે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દલિત નેતાએ પીએમ મોદીની હત્યાની માવવાદીઓના કાવતરાને ફાલતૂ અને ધડ-માથાનું ગણાવ્યું છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે 'આ વાત (મોદીને જાનથી મારી નાખવાના કાવતરાની) મજાક લાગે છે. મને સમગ્ર ઘટના આંબેડકરના નામ પર કરવામાં આવેલા આંદોલન પર માઓવાદીનો થપ્પો લગાવવાની મહારાષ્ટ્ર સરકારનું કાવતરુ લાગે છે. પ્રકાશ આંબેડકર પર આંગળી ઉઠાવી રહ્યા છો...શરમ આવવી જોઇએ. હું ભાજપને પૂછવા માંગુ છું કે તેમનામાં ઇમાન જેવું છે કે નહી.' દલિત નેતાએ રવિ પુજારીના નામે આવેલી ધમકી પાછળ ભાજપનો હાથ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે તેમની જુબાન ભાજપના કોઇ પ્રવક્તા માફક લાગે છે. તમને જણાવી દઇએ કે આ મામલે એફઆઇઆર નોંધવામાં આવી છે. 

સંસ્કારી નગરીનો ચોંકાવનારો ખુલાસો: કમ્પાઉન્ડરે તબીબની કામલીલાના 135 વીડિયો બનાવ્યા હતા  


વડાપ્રધાન નરેંદ્ર મોદીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીની માફક મારવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. આ વાતનો ખુલાસો નક્સલીઓની એક ચિઠ્ઠી દ્વારા થયો હતો. પુણે પોલીસના અનુસાર તેમણે નક્સલીઓના કોમ્યૂનિકેશનને ઇન્ટરસેપ્ટ કરી આ વાતનો ખુલાસો કર્યો. તમને જણાવી દઇએ કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીને 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરંબેદુરમાં આત્મઘાતી હુમલાવરોએ હત્યા કરી હતી. 


પુણે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે ભીમા કોરેગાંવ હિંસા સાથે સંકળાયેલા મુદ્દે ધરપકડ કરવામાં આવેલા પાંચ લોકોમાંથી એકના ઘરેથી આ ચિઠ્ઠી મળી હતી. તેમાં જ પીએમ મોદીની રાજીવ ગાંધીની માફક હત્યા કરવાનો ઉલ્લેખ હતો. આ સાથે જ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસને પણ કથિત રીતે માઓવાદી સંગઠનો દ્વારા 2 ધમકીભર્યા પત્ર મળ્યા છે. પોલીસે ભીમા કોરેગાંવ હિંસાના મામલે રોના જૈકબ વિલ્સન, સુધીર ઢાવલે, સુરેંદ્વ ગાડલિંગ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વિલ્સનને દિલ્હી, ઢાવલેને મુંબઇ, ગાડલિંગ, શોમા સેન અને મહેશ રાઉતની નાગપુરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે પીએમ મોદીની હત્યાના કાવતરાવાળી ચિઠ્ઠી વિલ્સનના દિલ્હીમાં મુનિરકા સ્થિત ફ્લેટથી મળી હતી.