વડોદરા બન્યું નશાના હેરાફેરીનું કેન્દ્ર, 15 દિવસમાં ચોથીવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
શહેરમાંથી છેલ્લા 15 દિવસમાં ચોથી વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
વડોદરાઃ એનસીબીની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 60 લાખની કિંમતના ડ્રગ્સ સાથે નાઈજીરીયન યુવતીની ધરપકડ કરી છે. એનસીબીની ટીમે ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનમાંથી નાઈજીરીયન યુવતીની ધરપકડ કરીને 400 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. અહેમીન રૂથ નામની નાઈજીરીયન યુવતી મેડિકલ વિઝા પર ભારત આવી હતી અને દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતી હતી. આ મહિલા દિલ્હીથી મુંબઈ જતી હતી તે દરમિયાન એનસીબીને બાતમી મળતા તેને વડોદરાથી જ ઝડપી લેવાઈ હતી.
યુવાધન માટે જીવલેણ ડ્રગ્સની હેરાફેરી માટે વડોદરા સેન્ટર પોઇન્ટ બની ગયું છે. છેલ્લા 15 દિવસમાં ચોથી વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એનસીબીની ટીમે નાઈજીરિયન યુવતીની ટ્રેનમાં થી ધરપકડ કરી છે અને તેની પાસેથી 60 લાખની કિંમતના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.
આખા દેશમાં ડ્રગ્સનો કારોબાર જાણે કે વાયા વડોદરાથી થઇ રહ્યો છે. દેશમાં ગમે તે જગ્યાએ ડ્રગ્સ પહોંચાડવા માટે વડોદરાનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં ચોથીવાર નશાનો જથ્થો ઝડપાયો છે. એનસીબીની ટીમે ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનમાંથી નાઈજીરિયન મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા પાસેના સમાનમાંથી 400 ગ્રામનો જથ્થો મળી આવ્યો છે જેની વૈશ્વિક બજાર કિંમત 60 લાખ થાય છે. આ ઉપરાંત પાંચ દિવસ પહેલા કરજણ પાસેથી 14 કિલો ચરસ સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી જોકે આજે પકડાયેલી મહિલાના કેશમાં એનસીબી ને કંઈક અલગ બાબત ધ્યાનમાં આવી છે. અત્યાર સુધી મુંબઈથી દિલ્હી માલ લઈ જવાતો હતો જોકે આ કેશમાં મહિલા દિલ્હીથી મુંબઈ જતી હતી જેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને આવી ઘટના પ્રથમ છે.
એનસીબીની ટીમને 15 દિવસમાં આ ચોથા કેશમાં સફળતા મળી છે અને જેમાં 3 નાઈજિરિયન લોકોની ધરપકડ કરવામાં આવી છે જોકે આ વખતે પકડાયેલી મહિલા માત્ર કુરિયર તરીકે કામ કરતી હતી અને તેને આ સમાન મુંબઈ સુધી લઈ જવાના એક લાખ રૂપિયા મળવાના હતા તેવી કબૂલાત કરી છે. હાલ તો એનસીબીની ટીમે મહિલાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે .