મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતના યુવાધનને નશામાં ધૂત કરવા માટે નાશખોરો દ્વારા નશીલા પદાર્થોને રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પાસેથી એનસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે 81 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર ગાંજાના જથ્થાને પુરી અમદાવાદ એક્સપ્રેસમાં હેરાફેરી કરવામાં આવતી હતી. એનસીબીને આ અંગેની બાતમી મળી હતી. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ મૂળ ઓડીસાના રહેવાસી છે. આટલા મોટા જથ્થા સાથે ઝડાપયેલા આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.


અમદાવાદ: આંગણવાડીમાં ઉપયોગ થતા તેલનાં ડબ્બાનું કૌભાંડ, જનતાએ કરી રેડ



સુરત રેલવે સ્ટેશન પાસેથી એનસીબીની ટીમે 81 કિલો ગાંજા સાથે મૂળ ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. રેલ્વેમાંથી મોટી સંખ્યામાં પકડાયેલા જથ્થાથી પોલીસ પણ અચંબામાં પડી ગઇ હતી. પોલીસે આ તમામ લોકોને સાથે ઝડપી નશીલો પદાર્થે ઝડપી લીધો હતો.