શંકરસિંહ વાઘેલાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, અમારું સ્ટેન્ડ ભાજપ સામેનું રહેશે
જ્યારે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી (Rajyasabha election) આવે છે ત્યારે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી છે. ત્યારે જોવું એ રહ્યુ્ કે, ફરી વાર આવી સ્થિતિ સર્જાઇ ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીવાર રીસોર્ટ પોલીટીક્સ અપનાવાશે કે નહિ. ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો જીતવા કવાયત કરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો તુટે તે પહેલાં પાળ બાંધવાનો નેતાઓનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. ભાજપાએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર છે, તેથી હાલ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
ગૌરવ પટેલ/અમદાવાદ :જ્યારે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી (Rajyasabha election) આવે છે ત્યારે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી છે. ત્યારે જોવું એ રહ્યુ્ કે, ફરી વાર આવી સ્થિતિ સર્જાઇ ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીવાર રીસોર્ટ પોલીટીક્સ અપનાવાશે કે નહિ. ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો જીતવા કવાયત કરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યો તુટે તે પહેલાં પાળ બાંધવાનો નેતાઓનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. ભાજપાએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર છે, તેથી હાલ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
પ્રવાસીઓએ કચ્છના રણ તરફથી મોઢું ફેરવી લીધું, કારણ છે ચોંકાવનારું
ધારાસભ્ય તોડોના સમાચાર વચ્ચે ગુજરાતના દિગ્ગજનેતા શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યુ છે. એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, એનસીપીનો મત કોંગ્રેસ ઉમેદવારને મળશે. અમારું સ્ટેન્ટ ભાજપ સામેનું જ રહેશે. કોંગ્રેસ નક્કિ કરશે તે ઉમેદવારને એનસીપી મત આપશે. એનસીપીના ધારાસભ્યને વ્હીપ આપવામાં આવશે.
રિલીઝના એક દિવસમાં જ Angrezi Mediumને લાગ્યો 440 વોલ્ટનો મોટો ઝટકો
ગઈકાલે કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ હતી. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સહયોગનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. પ્રજાના પ્રતિનિધિના ઇમાનને ખરીદવાની કમલમ ખાતે દુકાન ચાલે છે. કોંગ્રેસના ધારાસભ્યો એકજુથ રહી ભાજપની ખરીદ દુકાનને તાળું મારશે. વિધાનસભા પક્ષ વતી ખાતરી આપું છુ કે અમે તમને વિજયી બનાવીશું. ત્રીજા ઉમેદવારને ઉભા રાખવા એ ભાજપના સંસ્કારો દર્શાવે છે. ભાજપનો પ્રતિનિધિ મોઢું બંધ રાખવાના હપ્તા લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...