IND VS AUS : મેચ પહેલા નમો સ્ટેડિયમમાં અદભૂત નજારો, બંને પ્રધાનમંત્રી રથમાં સવાર થઈને ગ્રાઉન્ડમાં ફર્યા
IND VS AUS 4th Test : અમદાવાદમાં આજે ઐતિહાસિક અવસર.... પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ ભારત-ઓસ્ટ્રેલિયાની નીહાળશે મેચ..... પ્રધાનમંત્રી મોદી ટોસ ઉછાળે અને કોમેન્ટરી કરે તેવી શક્યતા....
India vs Australia Ahmedabad Test : PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM અમદાવાદમાં છે. ત્યારે બંને પ્રધાનમંત્રી આજે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળશે. ત્યારે બંને નેતા મોટેરા સ્ટેડિયમ પર પહોંચી ગયા છે. હાલ સ્ટેડિયમની બહાર દર્શકોની ભીડ જામી છે. પરંતુ અસલી નજારો તો સ્ટેડિયમની અંદર જામ્યો હતો. મેચ પહેલા મેદાન પર ગરબા રમવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ પર ઓપનિંગ સેરેનમીમાં કલાકારો દ્વારા ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત સામેની શ્રેણીમાં અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. મોહમ્મદલ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે.
મેચ દરમિયાન અદભૂત દ્રશ્યો જોવા મળ્યાં. બંને દેશોના નેતાઓએ રથ પર સવાર થઈને ગ્રાઉન્ડમાં ફર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એંથોની એલ્બનીઝ મેદાનમાં લોકોનું અભિવાદન કરતા નીકળ્યા ત્યારે સ્ટેડિયમમાં ચારેતરફથી ચીચીયારીઓ થઈ હતી. બંને નેતાઓએ દર્શકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ત્યારે આ ક્ષણ જોવા જેવી બની હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હોલ ઓફ ફ્રેમ નામે ખાસ તસવીરી પ્રદર્શન લગાવાયું છે. ત્યારે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એંથોની એલ્બનીઝે આ પ્રદર્શન સાથે ફરીને નિહાળ્યુ હતું.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભારત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એંથોની એલ્બનીઝ ગુજરાતમાં છે. ત્યારે બંને ભારત vs ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ મેચ નિહાળશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ચોથી ટેસ્ટ શરૂ થશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત 2-1 થી આગળ છે. બંને રાષ્ટ્રના પીએમ ટોસ સમયે મેદાનમાં હાજર રહેશે. તેમજ મબને સાથે ક્રિરકેટ કોમેન્ટ્રી પણ કરતા જોવા મળશે. આ સમયે મોટી સંખ્યામાં સમર્થકો મેદાનમાં હાજર રહેશે.
બંને મહાનુભાવોની હાજરીના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવી દેવાયો છે. ગેટ ૩ અને ગેટ ૪ પરથી વીવીઆઇપી મહેમાનોનું આગમન શરૂ થશે. થોડી વારમાં બંને દેશોની ટીમ મેદાન પર પહોંચશે.