રવિ અગ્રવાલ/વડોદરા :20 ઈંચ વરસાદથી અડધા વધુ વડોદરા બેટમાં ફેરવાઈ ગયું છે. હજી પણ વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, લોકો અટવાયા છે. ત્યારે વડોદરામાં સર્જાયેલી પરિસ્થિતિ માટે NDRFના વધુ 138 જવાનો બચાવ કામગીરી માટે વડોદરા પહોંચી ગયા છે. 10000 કિલો સામાન સાથે વડોદરા એરપોર્ટ પર રાત્રે 2.30 વાગે એનડીઆરએફની ટીમ પૂણેથી વડોદરા પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં આજે NDRFની 11 ટીમો વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન કરશે. આ માટે પૂણેથી ખાસ 5 ટીમો બોલાવાઈ છે. આ ટીમો વડોદરાના વિવિધ વિસ્તારોમાં રેસક્યૂ કામગીરી કરશે. આ ટીમો હરણી, વડસર, મકરપુરા, સિદ્ધાર્થ બંગ્લોઝ, કાલાઘોડા, કારેલીબાગ, જરોદ જેવા વિસ્તારોમાં એનડીઆરએફ આજે પહોંચશે. IAF C130 એરક્રાફ્ટ દ્વારા NDRFની ટીમ વડોદરા એરપોર્ટ પર પહોંચી હતી. 



આજવા ડેમની સપાટી ઘટી, પણ વિશ્વામિત્રી નદીની નહિ...
જોકે, આમ તો વડોદરામાં વરસાદે કાલથી વિરામ લીધો છે. પરંતુ વિશ્વામિત્રી નદીની સપાટી હજી પણ ઘટી નથી. હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 34.50 ફૂટ છે. ઉપરવાસમાં થતા સતત વરસાદના કારણે વિશ્વામિત્રીની સપાટી ઓછી થવાનું નામ લઈ નથી રહી. જેને પગલે રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા છે. જોકે, બીજી તરફ વડોદરાવાસીઓ માટે એક રાહતના સમાચાર એવા છે કે, આજવા ડેમની સપાટીમાં 0.30 ફૂટનો ઘટાડો નોંધાયો છે. આજવા ડેમની સપાટી હાલ 212.20 ફૂટ પર પહોંચી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :