અલ્કેશ રાવ/બનાસકાંઠા :હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ત્યારે પાટણ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની ભીતિને પગલે ndrfની ટીમ પાટણ પહોંચી છે. 27 સભ્યોની ndrf ની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ બની છે. ભારે વરસાદની આગાહી ને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે તેમાટે ndrfની ટીમ પાટણ સ્ટેન્ડ બાય રખાઈ છે. 


ગુજરાતમાં 47 તાલુકામાં વરસાદ, જુઓ આગામી દિવસોમાં કેવુ રહેશે વાતાવરણ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા એલર્ટ
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મથક તેમજ દરેક તાલુકા મથકે કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. એક NDRFની ટીમ પાલનપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાઓ વચ્ચે જિલ્લાના તમામ મામલતદાર, ટીડીઓ સહિતના તમામ અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે. તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેક્ટરે આદેશ કર્યાં છે. 


સૌરાષ્ટ્રમાં મેઘ મહેર : ગીરની શાંગાવાડી નદીમાં પૂર, કોડીનારમાં મકાન પર વીજળી ત્રાટકી


અમદાવાદમાં વરસાદ પડ્યો 
ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વચ્ચે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, મકરબા, શ્યામલ, વેજલપુર, સરસપુર, બાપુનગર, નિકોલ, મેઘાણીનગર, રાણીપ, થલતેજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.