ભારે વરસાદની ચેતવણી બાદ ગુજરાતના આ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત
Gujarat Weather Update: હવામાન વિભાગના પૂર્વાનુમાન બાદ ગુજરાતના વિવિધ ભાગમાં છ એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગ રૂપે એનડીઆરએફની છ ટીમોને તૈનાત કરી છે. એનડીઆરએફ બટાલિયાનના ડેપ્યુટી કમાન્ડેન્ટ અનુપમે જણાવ્યુ કે, ત્રણ ટીમ આણંદ, નવસારી અને ગીર સોમનાથ જિલ્લામાં બચાવ અભિયાન ચલાવી રહી છે, છ અન્ય ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ત્રણ રાજકોટમાં, બે ગાંધીનગરમાં, એક-એક સુરત અને બનાસકાંઠામાં.
ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાહવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 3 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આપણે વિપક્ષમાં બેસવા નહીં, સત્તા માટે મહેનત કરવાની છે, અમદાવાદમાં બોલ્યા કેજરીવાલ
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
એનડીઆરએફની ટીમોએ બે મૃતદેહો કબજે કર્યા
એનડીઆરએફની ટીમે રવિવારે બોરસદ તાલુકાના કઠોલ ગામથી વધુ એક મૃતદેહ કબજે કર્યો હતો. ગુરૂવારની રાત્રે ભારે વરસાદને કારણે અત્યાર સુધી બે મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. આણંદના બોરસદ તાલુકામાં 12 ઈંચ વરસાદ થયો હતો. ઘણા ગામમાં પાણી ભરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube