ઉદય રંજન/અમદાવાદ: ચીટર બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરીયાદ. અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમમાં 28 લાખ રુપીયાની છેતરપીંડી કરી હોવાની વધુ એક ફરીયાદ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેવી રીતે આ વિપુલ પેટલ લોકો સાથે છેતરપીંડી આચરી રહ્યો છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા પુજાબેન તેજસભાઈ શાહે વર્ષ 2013માં વાસણા ગામની સીમમાં ગોપીનાથ એન્ડ જૈન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ધંધોના ઉપટોગમાટે ગોડાઉન ફરીદવા માટે ગયા હતા. ત્યારે આ પાર્કનો વહિવટ વિપુલભાઈ પટેલ ધ્વારા કરવામાં આવતો હતો. વિપુલભાઈએ ગોડાઉનની કિમંત 28 લાખ 71 હજાર રુપીયા બતાવી હતી. જોકે વિપુલે તેજસભાઈને વિશ્વામાં લઈને એક વર્ષની અંદર 28 લાખ રુપીયા લઈને સહીસીક્કાવાળો એલોટમેન્ટ લેટર આપી દીધો હતો. ત્યાર બાદ તેમના ગોડાઉનનુ કામ ચાલે છે તેમ કહીને છલ્લા 6 વર્ષથી બનાવતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SG HIGHWAY પર પુરપાટ સ્પીડથી જઇ રહેલી ગાડી અચાનક ગુલાંટીયા ખાવા લાગી


ફરીયાદી પુજાબેન તેજસભાઈને ખબર પડતા કે તેમને જે ગોડાઉનના પૈસા વિપુલ પટેલને આપ્યા છે તે ગોડાઉનનિ તો બીજી કોઈ વ્યક્તીને રજીસ્ટ્રર કરીને વેચી દેવામાં આવી છે. તેજસભાઈએ વિપુલભાઈનો સંપર્ક કરવાનો ખુબ જ પર્યત્ન કર્યો પરંતુ તેમને કોઈ સતુષ્ટ જવાબ મળ્યો ન હતો. ઉપરાંતતેજસભાઇને બહારથી જાણવા મળ્યુ કે આ ચીટર બિલ્ડર છે અને અનેક લોકો સાથે આવા પ્રાકરની છેતરપીંડી આચરી ચુક્યો છે, ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત થયો છે. ત્યારે પોલીસનો સંપર્ક કર્યો હતો જોકે ચાંગોદર પોલીસે વિપુલ પટેલની ધરપકડ કરીને હાલ તો તેને સાણંદ સબ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.


વાવનાં MLA ગેનીબેનનું જ્ઞાન ફરી છલકાયું: શેરબજાર કરતા વધુ ગાબડા કેનાલોમાં પડે છે


પોલીસ તપાસમાં વિપુલ પટેલ સામે 2019માં ચોંગોદરમાં છેતરપીંડીની ફરીયાદ અને બોપલ પોલીસ સ્ટેશનમાં પણ તુલીપ ઈન્ટનેશલ સ્કુલના ટ્રસ્ટી સાથે ઠેતરપીંડી કરી હોવાના ગુના નોંધાયેલ છે. પોલીસ તુપાસમાં વિપુલ પટેલ દરેક લોકને એલોટમેન્ટ લેટર આપી સહી સીક્કા કરી આવા પ્રકારની એમો વોપરીને છેતરપીંડી આચરી રહ્યો હોવાનુ સામે આવ્યુ છે. હોલ તો પોલીસ તેને જેલના હવાલે કરીને વધુ પૂછ પરછ શરુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube