માત્ર ઉદ્યોગ ક્ષેત્રે જ નહી કોરોના કાળમાં પણ ગુજરાત મોડેલ બન્યું આદર્શ, લોકડાઉન વગર જ મેળવી મોટી સિદ્ધિ
કોરોના મહામારીની ઘાતક બીજી લહેર સમગ્ર દેશમાાં ફેલાયા બાદ ગુજરાત ભારતના એવા કેટલાાંક જૂજ રાજ્યોમાાં સામેલ છે, જેણે કોરોનાના દદીઓમાાં નોંધપાત્ર રિકવરી નોંધાવી છે. બીજી લહેર દરમિયાન ફેલાયેલો કોરોના વાયરસનો સાંક્રમણ દર તેમજ દૈનિક પોઝિટિવ કેસોની સંખ્યા અને કોરોનાને લીધા થતાાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં ગુજરાત સફળ રહ્યું છે.
ગાંધીનગર : કોરોના મહામારીની ઘાતક બીજી લહેર સમગ્ર દેશમાાં ફેલાયા બાદ ગુજરાત ભારતના એવા કેટલાાંક જૂજ રાજ્યોમાાં સામેલ છે, જેણે કોરોનાના દદીઓમાાં નોંધપાત્ર રિકવરી નોંધાવી છે. બીજી લહેર દરમિયાન ફેલાયેલો કોરોના વાયરસનો સાંક્રમણ દર તેમજ દૈનિક પોઝિટિવ કેસોની સંખ્યા અને કોરોનાને લીધા થતાાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં ગુજરાત સફળ રહ્યું છે.
એપ્રિલ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં જે પ્રકારે કોરોના વાયરસનો વ્યાપ વધ્યો હતો તેને જોતાં ગુજરાતમાં થયેલી રિકવરી ખરેખર પ્રભાવિત કરનારી છે. 7 જૂન, 2021ની તારીખે ગુજરાતમાાં 2% ના એક્ટિવ રેશિયો સાથે કોવિડ-19ના ફક્ત 16,162 એક્ટિવ કેસીસ જ છે. જ્યારે તેની સામે રાજ્યના 7,90,906 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 96.8% જેટલા ઊંચા દરે પહોંચ્યો છે. રાજ્યનો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો પણ ઘટીને 1.4% પર પહોંચ્યો છે. જે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો ઓછો છે.
કોરોના મહામારીની બીજી લહેરની શરૂઆત થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના શાસનની કાયમી નિંદા કરનારા લોકોએ એ વાતને નકારી કાઢી હતી કે ભારતનો રિકવરી ગ્રાફ વી (V) આકારનો હશે, એટલે કે ભારતમાં રિકવરી ખૂબ ઝડપી રીતે થશે. પરંતુ, આજે કોરોના વાયરસના લેટેસ્ટ આંકડાઓને આપણે જોઇએ, તો નિઃશંક પણે કહી શકીએ કે ભારત આજે રિકવરીના રસ્તે છે, અને ગુજરાત આ દાવાનો જીવંત પુરાવો છે.
રાજ્યમાાં એક્ટટવ કેસીસનો ગ્રાફ ઇન્વેટેડ વી (V) આકારનો છે, જે દર્શાવે છે કે, બીજી લહેરનો સૌથી ખરાબ તબક્કો હવે પૂરો થઈ ચુક્યો છે. હવે કેસીસનો આંકડો શરૂઆત પહેલા જે સ્તર પર હતો તેની આસપાસ પહોંચી ગયો છે. આ ઉપરાંત, ગુજરાત ભારતના મહત્વાકાંક્ષી રસીકરણ અભિયાનને ત્વરિત ઝડપે આગળ વધારનારા રાજ્યોમાંનું એક છે. અઠવાડિયાઓ સુધી મહારાષ્ટ્રના નેતાઓએ એવો દાવો કર્યો કે, મહારાષ્ટ્ર સૌથી વધુ સાંખ્યામાં કોવિડ-19નું રસીકરણ કર્યું છે.
જ્યારે આ નેતાઓ અને તેમના મળતિયાઓ મીરડિયામાં તેમની સફળતાના ઢોલ વગાડી રહ્યા હતા, ત્યારે ગુજરાતનું વહીવટીતંત્ર રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા માટે રાજ્યની આરોગ્યમાં માળખાકીય પરિવર્તન લાવવાં અને તેનાં અમલીકરણ કરવામાાં વ્યસ્ત હતું. પરિણામ સ્વરૂપે, ગુજરાતે ખૂબ ડિપથી ટોચનાએ રાજ્યોમાં સ્થાન મેળવી લીધું, જ્યાાં રસીના બંને ડોઝ મેળવનારી વસ્તીની ટકાવારી સૌથી વધુ છે.
ગુજરાતની કુલ વસ્તીના આશરે 6.4 ટકા લોકોનું સંપુર્ણ રસીકરણ થઈ ચુક્યું છે, જેની સામે મહારાષ્ટ્રની ટકાવારી ફકત 4 ટકા છે. ગુજરાત મોડલ, જેના કારણે કોરોના મહામારીની બીજી લહેર પછી રાજ્યને ઝડપી રિકવરી મેળવવામાં મદદ મળી છે. આઉટ ઓફ લીગ જઈને લોકડાઉન નહી લગાવવાનો મુશ્કેલ અને સાહસિક મનણાય કરી ગરીબોની અને શ્રમિકોની પડખે રહ્યા વિજય રુપાણી.
સૌથિ વધારે ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે, ગુજરાતે બીજી લહેર દરમિયાન ક્યારેય પણ સંપૂર્ણ લોકડાઉન લાગુ નહોતું કર્યું. કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન રાજ્યના લોકોને પહેલાં જ ખૂબ આર્થિક નુકસાન થઈ ચુક્યું હતું. આ બાબતને ધ્યાને રાખીને ગુજરાતની વિજય રૂપાણીની સરકારે, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યો દ્વારા જે સાંપૂર્ણ પ્રતિબંધો લાદવાનો અભિગમ અપનાવવામાં આવ્યો, તેને બદલે વધુ આયોજનબદ્ધ અને સંતુલિત પદ્ધતિથી આ મહામારીનો સામનો કરવાનો નિર્ણય કર્યો. પરિણામે, રાજ્યમાં કોરોના વાયરસની ગાઈડલાઈન્સના કડકાઈથી પાલન કરવાની સાથે આર્થિક પ્રવૃતિઓ સતત ચાલુ રહી.
રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરીને ગરીબ લોકોની આવક પર પ્રહાર કરવાને બદલે રૂપાણી સરકારે એવા વિસ્તારોમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર સ્થાપત કરવાની સ્ટ્રેટેજી અપનાવી, જ્યાં કોવિડ-19ના કેસોની સાંખ્યા અમુક ચોક્કસ આંકડાથી ઉપર હોય. જો સક્રિય કોવિડ-19 કેસોની સાંખ્યા પૂર્વામનધારત સંખ્યાને પાર કરી જાય, તો એવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવતા હતા. આ સ્ટ્રેટિજીના પરિણામે, આર્થિક પ્રવૃતિઓપણ ચાલુ છે. જેના કારણે અર્થવ્યવસ્થા અને લોકડાઉન બંન્ને વચ્ચે સંતુલન જાળવી શકાયું.
જાન ભિ હૈ જહાન ભિ હૈનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું ગુજરાત મોડલ
ગુજરાતમાં ક્યારેય પણ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં નહોતુ આવ્યું, તેમ છતાં પણ કોરોના મહામારીના કારણે આર્થિક પ્રવૃતિઓને અસર તો થઈ જ હતી. આ અઠવાડિયાના સોમવારે મુખ્યમાંત્રી વિજય રૂપાણીએ એક સાંવેદનશીલ નિર્ણ કરીને કોરોના મહામારીથી અસરગ્રસ્ત રાજ્યમાં હોટલો, રિસોર્ટ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને એક વર્ષ માટે એટલે કે 1 એપ્રિલ, 2021થી 31 માર્ચ, 2022 સુધી ઇલેક્ટ્રીસિટી બિલના ફિક્સ ચાર્જ,પ્રોપર્ટી ટેક્સ માંથી રાહત આપી છે. આ નિર્ણયની જાહેરાત સાથે જ ગુજરાત એવાં કેટલાાંક રાજ્યોમાં સ્થાન પામ્યું છે, જેમણે મહામારી પછી આર્થિક સંકટનો સામનો કરવામાાં ધંધા-ઉદ્યોગોની મદદ કરી છે.
કેવી રીતે ગુજરાતે કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે ઉદ્યોગજૂથો અને મંદિરોનો ઉપયોગ કર્યો
કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન મેડિકલ ઓક્સિજન સપ્લાયએ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશના ઘણા રાજ્યોમાં એક મોટી સમસ્યા હતી. કોવિડ-19ની બીજી લહેરે શ્વસનની ગંભીર બીમારી નોતરી હતી, આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે ઓક્સિજન પ્લાન્ટ્સ ઉભા કર્યા. રાજ્ય સરકારે ઝડપથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપીને ઉત્પાદન વધાર્યું, જેથી ફકત રાજ્યની જ નહીં પરંતુ પાડોશી રાજ્યોની ઓક્સિજનની જરૂરિયાત પણ પૂરી કરી શકાય. આ પહેલના મુખ્ય લાભાથી રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ એક હતું, કારણ કે ત્યાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતીને પહોંચી વળવા માટે ગુજરાતની ખાનગી કંપનીઓએ પણ મદદ કરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતને મદદ કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube