અતુલ તિવારી/અમદાવાદ: આજે ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજિત 15 લાખ ઉમેદવારો નીટની પરીક્ષા આપશે. ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ, ડેન્ટલ, આયુષમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા ફરજિયાત લેવાય છે. 17 જુલાઈના રોજ એટલે કે આજે 3 કલાક અને 20 મિનિટ એટલે કે બપોરે 2 વાગ્યાથી 5.20 વાગ્યા સુધીમાં પરીક્ષાનું આયોજન કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે દેશભરમાં NEET UG 2022ની પરીક્ષા યોજાશે. ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ, ડેન્ટલ, આયુષ, પશુ ચિકિત્સક જેવા ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવવા NEET PG 2022 ની પરીક્ષા આપવી ફરજિયાત છે. ત્યારે દેશભરમાંથી અંદાજે 18 લાખ જેટલા ઉમેદવારો NEET UG ની પરીક્ષા આપશે. અમદાવાદમાં 10,900 સહિત રાજ્યભરમાં અંદાજે 70,000 જેટલા ઉમેદવારો  NEET PG 2022 ની પરીક્ષા આપશે. બપોરે 2 વાગ્યાથી સાંજે 5.20 વાગ્યા સુધી એટલે કે 3 કલાક અને 20 મિનિટ સુધી પરીક્ષા લેવાશે. બપોરે 1.30 વાગ્યા બાદ કોઈપણ ઉમેદવારને પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. NEET UG 2022 ની પરીક્ષા 720 માર્કની લેવાશે.


NEET UG 2022ની પરીક્ષાની વાત કરીએ તો, પરીક્ષામાં 200 MCQ નું પેપર પુછાશે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયને લગતા પ્રશ્નોનો સમાવેશ કરાશે. એક MCQ 4 માર્કનો હશે, 180 MCQ ના જવાબ આપવાના રહેશે. સાચા જવાબનો 4 માર્ક અને ખોટા જવાબનો એક માર્ક માઈનસ માર્ક આપવામાં આવશે. ઉમેદવારોએ પોતાની સાથે એડમિટ કાર્ડની બે કોપી સાથે રાખવાની રહેશે.


ભારતના 542 શહેરોમાં જ્યારે વિશ્વના અન્ય 14 દેશોમાં NEET UG 2022 ની પરીક્ષા લેવાશે. જુદી જુદી કુલ 13 ભાષામાં NEET UG 2022નું આયોજન કરાશે. વિદ્યાર્થીઓ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, આસામી, ઉર્દુ, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષામાં NEET UG 2022ની પરીક્ષા લેવાશે. આ વખતે NEET UG 2022 માટે અધિકત્તમ ઉંમરની મર્યાદાને રદ્દ કરી દેવાઈ છે.


ઉલ્લેખનીય છે કે, NEET UG 2022 માટે રજિસ્ટ્રેશન 6 એપ્રિલથી 20 મે સુધીમાં ઓનલાઈન કરવાનું હતું. neet.nta.nic.in વેબસાઈટના માધ્યમથી 12 જુલાઈએ એડમીટ કાર્ડ જાહેર કરાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube