અતુલ તિવારી/ અમદાવાદ : આજથી નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET પીજીની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. દેશભરના અંદાજે 255 પરીક્ષા સેન્ટર પર NEET પીજીની પરીક્ષાનું આયોજન થશે. NEET પીજી માટે 1.70 લાખ જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામીનેશનની સત્તાવાર વેબસાઈટ nbe.edu.in પરથી ઉમેદવારો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. NEET પીજીના પરિણામના માધ્યમથી MD, MS, PG ડિપ્લોમા, પોસ્ટ MBBS, AIIMS માં ઉમેદવારોને પ્રવેશ ફાળવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IT દરોડામાં MEDIA કંપનીમાંથી એક ખટારો ભરીને સોનું ઝડપાયું, 1000 કરોડના બેનામી વ્યવહાર


કોરોના મહામારીને કારણે કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે દેશભરમાં NEET પીજી યોજવામાં આવશે. એડમિટ કાર્ડ, ફેસ માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન તમામ માટે ફરજીયાત રહેશે. થર્મલ ગનની મદદથી તમામનું ટેમ્પરેચર ચકાસવામાં આવશે. કોઈ ઉમેદવારને તાવ જણાય અથવા કોવિડના લક્ષણો દેખાશે તો અલગથી બેસીને પરીક્ષા આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. સમગ્ર પરીક્ષા CCTV ની દેખરેખ હેઠળ યોજાશે. 


યુવકે માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં લઇ જઇને જે હેવાનિયત કરી તે ખુબ જ ચોંકાવનારી


અગાઉ 18 એપ્રિલ પહેલા જાહેર કરાયેલું એડમિટ કાર્ડ આવતીકાલે આયોજિત પરીક્ષા માટે માન્ય નહીં ગણવામાં આવે, માટે ઉમેદવારોએ 6 સપ્ટેમ્બરે સત્તાવાર વેબસાઈટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું ફરજિયાત રહેશે. NEET પીજીનું આયોજન અગાઉ 18 એપ્રિલે થવાનું હતું પરંતુ કોરોના મહામારીને કારણે પરીક્ષા મોકૂફ રખાઈ હતી. જો કે હવે પરીક્ષા આયોજીત થવા જઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે.