ભાવનગર : જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 1600 થી વધુ બેડ ઉપલબ્ધ હોવાનો દાવો. જિલ્લામાં કોરોના પોઝિટિવ ના 1600 થી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે. સર ટી કોવિડ હોસ્પિટલ ખાતે 850 બેડ ઉપલબ્ધ હોવાનો દાવો. શહેરની ખાનગી હોસ્પિટલમાં 590 બેડ ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું. મહુવા અને તળાજા તાલુકામાં 150 બેડ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: સોલા સિવિલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલર યુક્ત ડોમ બનાવાયો


સરકારી અને ખાનગી મળી 150 થી વધુ બેડ ખાલી હોવાનો તંત્રનો દાવો છે. અલંગના પ્લાન્ટ માંથી હોસ્પિટલમાં ઓક્સીઝન સપ્લાય થાય છે. હોસ્પિટલમાં હાલ પૂરતા પ્રમાણમાં ઓક્સીઝન ઉપલબ્ધ હોવાનું પણ તંત્રએ જણાવ્યું છે. સર ટી હોસ્પિટલ ખાતે 10 હજાર લીટર ની કેપેસીટી ધરાવતો ઓક્સીઝન પ્લાન્ટ કાર્યરત છે. આગામી સમયમાં 1 હજાર ની કેપેસિટી વાળા બે ઓક્સીઝન સિલિન્ડર શરૂ કરાશે. આગામી દિવસોમાં 20 હજાર ની કેપિસિટી વાળો ઓક્સીઝન પ્લાન્ટ કાર્યરત કરવા તંત્રની કવાયત શરૂ કરી છે. 


VADODARA: કરજણના MLA ના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ નિપજ્યું મોત


સુકા ભેગું લીલુ બળે જેવી હોસ્પિટલની સ્થિતિ
જો કે શહેરમાં સબ સલામતનાં દાવાઓ વચ્ચે એક ખુબ જ ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. શહેરની સર ટી હોસ્પિટલ માં ભૂખથી ટળવળી રહ્યા છે દર્દીઓ. હોસ્પિટલમાં દાખલ અન્ય રોગના નેગેટિવ દર્દીઓને જમવા કે પીવાના પાણીનું પાણી નહી મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં 6ઠ્ઠા અને 7માં માળે અન્ય રોગના નેગેટિવ દર્દીઓ દાખલ છે. નેગેટિવ દર્દીઓ હોવા છતાં સગાઓને પાસે રહેવા નથી દેવાતા. દર્દીઓને હોસ્પિટલ દ્વારા જમવાનું આપવામાં નહિ આવતું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીના સગા ટિફિન લઈને આવે તો તેમને પણ હોસ્પિટલ માં જતા રોકવામાં આવે છે. હોસ્પિટલ તંત્ર સાથે ઝી મીડિયાની ટીમે વાત કરતા દર્દીઓની સમસ્યાનું સમાધાન થયું હતું. પ્રશ્ન નું નિરાકરણ આવતા પરિવારોએ ઝી મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube