ધવલ પારેખ, નવસારીઃ મહાત્મા ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ બાદ દાંડી સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું.. જોકે, હવે આ દાંડી તંત્રની બેદરકારીના કારણે વધુ ચર્ચામાં રહે છે.. જી હાં, દાંડીનો વિશાળ દરિયા કિનારો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યો છે અને એ પણ તંત્રની બેદરકારીના કારણે.. ગત રવિવારે રાજસ્થાનનો એક પરિવાર દરિયા કિનારે મજા માણવા આવ્યો પરંતુ, આ મજા તેમના માટે મોતની સજા બની.. રાજસ્થાનના પરિવારના 4 સભ્યો દરિયામાં ડૂબી જતાં મોતને ભેટ્યા.. માત્રને માત્ર તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર આ રીતે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હાં, રાજસ્થાનના મારવાડી પરિવારનો આ અંતિમ વીડિયો આવ્યો છે. આ એ પરિવાર છે જેમના 4 સભ્યો તંત્રની બેદરકારી અને પોતાની જ લાપરવાહીના કારણે મોતને ભેટ્યા છે.. 


રવિવારની રજા હોવાથી નવસારી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા.. દરિયાકાંઠે લોકો ન્હાવાની મોજ માણી રહ્યા હતા ત્યારે આ પરિવારના 4 સભ્યો દરિયામાં ડૂબી ગયા હતા.. 18થી 20 કલાકની મહેનત બાદ તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.. 


આ પણ વાંચોઃ ભાવનગરમાં હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 40 ટકા કારખાના બંધ, બેરોજગારીનું સંકટ


ઉનાળાની ગરમી અને ખાસ કરીને વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો દાંડી આવે છે.. દાંડીમાં દરિયા કિનારે સહેલાણીઓ ન્હાવા ઉતરે છે પરંતુ, અહીં તેમને રોકવાવાળું કોઈ નથી.. સહેલાણીઓ માટે સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે દુર્ઘટનાઓ સર્જાય છે.. 


કિનારે દરિયાની માહિતીના સૂચન બોર્ડ નથી લગાવાયા..
સ્પીડ બોટની કે લાઈફ જેકેટની સુવિધા નથી..
અનુભવી તરવૈયાઓ પણ રાખવામાં નથી આવ્યા..
સી.સી.ટી.વી. કેમેરા જેવી પણ વ્યવસ્થા નથી.. 


સહેલાણીઓના જીવ પર અવાર નવાર જોખમ સર્જાયેલું રહે છે જેને લઈને સ્થાનિક લોકો પણ તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.. દાંડીમાં દરિયા કિનારે સુવિધાઓના અભાવને લઈને અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે.. દરિયા કિનારે સહેલાણીઓને સાવચેત કરવાના બદલે પ્રાંત અધિકારી માત્ર ગોળ ગોળ વાતો કરી રહ્યા છે.. 


આ પણ વાંચોઃ ધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી, જાણો વિગત


સવાલ એ છેકે, અધિકારીઓની બેદરકારીના કારણે શા માટે નિર્દોષ લોકો મોતને ભેંટી રહ્યા છે.. રવિવારની રજા હોય અને ગરમી હોય નવસારી ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ દાંડીના દરિયાકિનારે ફરવા માટે પહોંચ્યા હતા.. જો કે, બપોરના સમયે સહેલાણીઓના ડૂબી જવાની ઘટના બનતા જલાલપોર પોલીસે સલામતીના ભાગરૂપે અન્ય સહેલાણીઓને દરિયાકિનારેથી દૂર કરી દીધા હતા.