પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરતમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. હિંદુ મિલકતદારોના વેરા બિલમાં મુસ્લિમ નામ લખાયને આવી જતા લિંબાયત ઝોન પર લોકોએ મોર્ચો કાઢ્યો છે. લિંબાયતમાં 126 મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા છે. હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મનપાના 2024-2025 વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા છે. લોકોએ ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત પાલિકાની બેદરકારી
સુરત મહાનગરપાલિકાની કચેરીમાં પુરાવા રજૂ કરાવવા છતાં પણ સામાન્ય રીતે લોકોના કામ નહીં થતા હોય છે. પરંતુ મહાનગરપાલિકાના લિંબાયત ઝોન ઓફિસમાં તો વગર પુરાવા એ જ મિલકતદારોના વેરાબીલમાંથી નામ બદલાઈ ગયા છે. મહત્વની વાત એ છે કે 126 હિન્દુ મિલકત વેરાદારોના વેરાબીલમાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં ભારે રોષ જોવા જોવા મળ્યો છે. માન દરવાજા વિસ્તારની રેલ રાહત કોલોની વર્ષોથી રહેતા લોકો પોતાના ઘરના જ્યારે વેરા બીલ લાવ્યા ત્યારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. 


દર વર્ષની માફક આ વર્ષે પણ વેરા બીલ જ્યારે આવ્યું ત્યારે તેમનું પોતાનું નામ હોવાને બદલે અન્યના નામ લખાઇને આવ્યા હતાં, જેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે લોકોએ લિંબાયત ઝોનમાં વિરોધ નોંધાવી નામમાં સુધારા કરવા રજૂઆત કરી હતી. તો અધિકારીએ પણ એક નામ ફેરની અરજીના કારણે આ ભુલ થઈ હોવાની કબુલાત આપી હતી.


આ પણ વાંચોઃ BJP મહિલા નેતાના આપઘાત કેસમાં કોર્પોરેટર શંકાના ઘેરામાં, ચિરાગ સોલંકીની પૂછપરછ


માન દરવાજા વિસ્તારની અંદર રહેતા લોકો સમયાંતરે લિંબાયત ઝોનની અંદર વિરોધ પ્રદર્શન કરવા જતા હોય છે. જેની પાછળ વેરા બીલમાં તેમના નામને બદલે અન્યના નામ લખાઈને આવતા હોવાની ભૂલો થતી હોય છે. આ વખતે ફરી એક વખત લિંબાયત ઝોન દ્વારા રહેણાંક વિસ્તારના મકાન માલિકોને જે વેરા બીલ મોકલવામાં આવ્યું હતું. તે વેરા બીલની અંદર અન્યના નામ લખાઇને આવ્યા હતા. અંદાજે 126 જેટલા મકાનમાલિકોને જે વેરા બીલ આપવામાં આવ્યા હતા. તેમાં નામો ખોટા લખાઇને આવ્યા હતા.


લિંબાયતના ઝોનના અધિકારી અજય જગતાપે જણાવ્યું કે, આ બોર્ડમાં એક વ્યક્તિએ નામ ફેરબદલ માટેની અરજી કરી હતી. નામ ફેર કરવાની કામગીરી દરમિયાન ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાથી રેલ રાહત કોલોનીના કેટલાક મિલકતદારોના વેરા બીલમાં તેમનું નામ ચડી ગયું હતું. અમારા ધ્યાન પર આ ભૂલ આવી છે. બે દિવસમાં તેને અમે સુધારી લઈશું.