પાડોશી બન્યો પાપી: 4 વર્ષ નાનકડી બાળકીને ચોકલેટના બહાને બાથરૂમમાં લઇ ગયો અને...
કહેવાય છે કે, પહેલો સગો પાડોશી હોય છે. જો આવા પવિત્ર સંબંધ અને કહેવતને લાંછન લગાડતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પડોશીના પવિત્ર સબંધને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો છે. આ કિસ્સો જાણ્યા બાદ તમે પણ ચોક્કસથી ચોંકી ઉઠશો.
ઉદય રંજન/ અમદાવાદ : કહેવાય છે કે, પહેલો સગો પાડોશી હોય છે. જો આવા પવિત્ર સંબંધ અને કહેવતને લાંછન લગાડતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પડોશીના પવિત્ર સબંધને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો છે. આ કિસ્સો જાણ્યા બાદ તમે પણ ચોક્કસથી ચોંકી ઉઠશો.
શિક્ષક સંઘોના વિરોધ વચ્ચે શિક્ષણમંત્રીએ કહ્યું- શિક્ષક સજ્જતા કસોટી લેવાશે જ
અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનની ગિરફ્તમાં ઉભેલો અને મોઢા પર કાળું કપડું ઢાકેલ શખ્સનું નામ છે રમેશ મારવાડી ઉર્ફે કળિયો. જેણે કામ પણ પોતાના જ નામ અનુસાર કાળું જ કર્યું છે. રમેશ મારવાડી ઉર્ફે કાળીયાએ હદે કાળું કામ કર્યું છે કે, તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. આરોપીના પાડોશમાં રહેતા એક પરિવારને 2 પુત્રી અને પુત્ર છે. જેમાં સોથી નાની પુત્ર ઉંમર વર્ષ 4 ની છે. આ 4 વર્ષ ની બાળકી પર આરોપી રમેશ મારવાડીની કુનજર પડી હતી.રવિવાર બપોરના સમયે 4 વર્ષ ની બાળકી ઘર બહાર રમી રહી હતી, ત્યારે આરોપી રમેશ મારવાડીએ બાળકીને ફોસલાવી બાજુના મકાનના બાથરૂમમાં લઈ ગયો હતો. બાથરૂમ અંદરથી બંધ કરી દીધું હતું અને થોડા સમય પછી 4 વર્ષની બાળકી અને આરોપી સાથે બહાર આવ્યા હતા. ત્યારે માસૂમ બાળકી રડી રહી હતી. આ બધા જ દ્રશ્યો પાડોશમા રહેતા એક મહિલાએ જોયા હતા. જેની જાણ બાળકીના માતાને કરવામાં આવી હતી.
આ આખી ઘટનાની જાણ 4 વર્ષની બાળકીની માતાને થતા માતાએ બાળકીને પૂછ્યું હતું. જેમાં આ બધી જ હક્કીકત ખરી નીકળતાં બાળકીના પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતાની સાથે જ ફરિયાદ નોંધીને ઈસનપુર પોલીસે હવસખોર એવા આરોપી રમેશ મારવાડીની ધરપકડ કરી લીધી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube