અમદાવાદ : પાડોશીને બાળકી રમાડવા આપો છો? તો તમારી સાથે પણ બની શકે છે આવો કિસ્સો
સરખેજના મકરબા વિસ્તારમાં રહેતા સિક્યુરિટી ગાર્ડની એક વર્ષની પુત્રીનું પાડોશી મહિલા અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. સરખેજ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી બાળકી અને મહિલાની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ગણતરીના સમયમાં જ સરખેજ પોલીસને મહિલાને પકડવામાં સફળતા મળી હતી.
જાવેદ સૈયદ/અમદાવાદ :સરખેજના મકરબા વિસ્તારમાં રહેતા સિક્યુરિટી ગાર્ડની એક વર્ષની પુત્રીનું પાડોશી મહિલા અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. સરખેજ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી બાળકી અને મહિલાની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ગણતરીના સમયમાં જ સરખેજ પોલીસને મહિલાને પકડવામાં સફળતા મળી હતી.
ગુજરાતમાં ‘સેવ ગર્લ ચાઈલ્ડ’નું સપનુ ચકનાચૂર, ખુદ CMના શહેરમાં 1000 છોકરાઓ સામે માત્ર 780 છોકરીઓ
મકરબા વિસ્તારમાં આવેલી નેહરુનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ વાદી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમના પાડોશમાં નસરીનબેન નામની મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. એક મહિનાથી પાડોશી હોવાથી નસરીન હસમુખભાઈની એક વર્ષીય પુત્રી પાયલને રમાડવા આવતા અને ઘરે લઈ જતા હતા. ગઈકાલે બપોરે નસરીન પાયલ રમાડવા ઘરે આવી હતી. હસમુખભાઈના પત્ની ન્હાવા ગયા હતા, અને પરત આવીને જોયું તો નસરીન અને પાયલ ઘરમાં જોવા મળ્યા ન હતા.
દમણમાં દારૂ પીવાના નિયમોમાં આવ્યા મોટા ચેન્જિસ, ધ્યાન રાખજો નહિ તો પકડાશો
પાયલને નસરીન રમાડવા લઈ ગઈ હશે એવું પહેલા હસમુખભાઈની પત્નીએ માની લીધું હતું. પરંતુ એકાદ કલાક બાદ પરત ન આવતા ઘરે તપાસ કરી હતી. તેમની પત્ની નસરીનના ઘરે ગઈ તો બંનેમાંથી કોઈ ન દેખાયું. બાદમાં હસમુખભાઈએ પોતાની દીકરી અને નસરીનની અલગ અલગ જગ્યાએ શોધખોળ કરી હતી. નસરીનના પતિ ફિરોઝભાઈને પણ પૂછતાં તેમને કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. જેથી નસરીન પાયલને લઈને ભાગી ગઈ હતી તેવુ સામે આવ્યું હતું. પરંતુ સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ તેજ કરી હતી, અને નસરીનની ધરપકડ કરી લીધી છે તેવું સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી.ગોહેલે જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :