રોજગારીની શોધમાં નેપાળથી સુરત આવ્યો હતો યુવક, પણ Reels ના ચક્કરમાં ટ્રેન નીચે કપાઈને મર્યો
Viral Video : રોજગારી માટે નેપાળથી સુરત આવ્યો હતો યુવક... આજથી પ્રકાશ મંગલ નવી નોકરીએ જવાનો હતો. તે પહેલા જ આગલી રાતે તેનું મોત થયું હતું
Surat News : આજના સમયમાં યુવાનો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે. ખતરનાક વીડિયો શૂટ કરવા અને રાતોરાત સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે વીડિયો બનાવતાં સમયે દાખવેલી બેદરકારીને લીધે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેવી જ ઘટના સુરતના સચિનમાં બની છે. જ્યાં એક 19 વર્ષનો યુવાન ટ્રેન સાથે વીડિયો બનાવવા જતાં મોતને ભેટ્યો છે.
સુરત સચીન વિસ્તારમા આ ઘટના બની હતી. 19 વર્ષીય યુવકનું ટ્રેન અડફેટે મોત નિપજ્યું છે. મૃતક યુવકનું નામ પ્રકાશ મંગલ સુનાર છે. જે સચીન રેલવે સ્ટેશન ઉપર ટ્રેક ઉપર વીડિયો બનાવવા જતા ટ્રેનની અડફેટે આવ્યો હતો. મૃતક યુવક અને તેનો ભાઈ બે દિવસ પહેલા જ નેપાળના ચિતવનથી સુરત રોજગારી માટે આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ નેપાળમાં રહેતા તેના પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
ગુજરાત પોલીસની મહેનત પર પાણી ફર્યું, કુખ્યાત બુટલેગર વીજુ સિંધીને દુબઇમા છોડી મૂકાયો
મૂળ નેપાળનો વતની એવો 19 વર્ષીય પ્રકાશ મંગલ નામનો યુવાન બે દિવસ પહેલા જ રોજીરોટીની તલાશમાં પોતાના દેશથી ભારતમાં આવ્યો હતો અને સુરતમાં તેના સંબંધીઓને ત્યાં રોકાયો હતો. જોકે. ગઈકાલે રાત્રે સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશને ગયો હતો. જ્યાં આ યુવકને વીડિયો બનાવવાની ઈચ્છા થઈ હતી. તે વીડિયો બનાવી રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવતી ટ્રેને તેને અડફેટે લીધો હતો.
ગુજરાતના 22 ટાપુ પર નો એન્ટ્રી... ફરવા જવાના હોય તો ધ્યાન રાખો, નહિ તો ફેરો ફોગટ જશે
ઘટના બાદ યુવકને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં જે તેનું મોત થયું હતું. જોકે. દુખની વાત તો એ છે કે, આજથી પ્રકાશ મંગલ નવી નોકરીએ જવાનો હતો. તે પહેલા જ આગલી રાતે તેનું મોત થયું હતું. આવા વીડિયો બનાવવા માટે કેટલાક યુવાનો જિંદગી સામે ચેડાં કરતા હોય છે અને ખતરનાક સ્ટંટ પણ કરતાં હોય છે. જેના લીધે આખરે જિંદગીથી હાથ ધોવાનો વારો આવતો હોય છે. ઘટનાને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
ફી ન ભરતા 8 વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂક્યા, દીકરીઓ રડી પડી : આ રીતે ભણશે ગુજરાત