આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નેધરલેન્ડ બનશે પાર્ટનર કન્ટ્રી, કરશે ૧૫૦૦ કરોડનું રોકાણ
વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે આજે સવારથી જ નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વન ટુ વન બેઠક દરમિયાન નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગ બર્ગે ગુજરાતમાં પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઇ.આર.માં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.
વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે આજે સવારથી જ નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો.
હાલ નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાકે દહેજમાં રૂ. ૧૫૦૦ કરોડના રોકાણ સાથે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.