અમદાવાદ :ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનું પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો છે. તેના બાદ સવારે 8.00 કલાકથી નેત્રોત્સવની વિધિ શરૂ કરાઈ હતી. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે હોય છે, પરંતુ આ વર્ષે આ વિધિ બે દિવસ પહેલા યોજાઇ રહી છે.


ખેડૂતની મુશ્કેલી : વીજ લાઈન નાંખવા માટે વીજ કંપનીએ ખેતરમાં કેળાનો ઉભો પાક કાપી નાંખ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.


કામલીલા કરતા પકડાયેલા પાટણના ડો. મહેન્દ્ર મોદીનો ખુલાસો, 2400 મહિલાઓનો ગર્ભપાત કરાવ્યો હતો


અષાઢી બીજના દિવસે પાટા ખોલાશે
હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર પછી મંગળા આરતી થશે. આજે મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે.


સવારે 9.30 કલાકે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવે છે. આ વિધિ અમદાવાદના મેયર બીજલન પટેલ દ્વારા કરાઈ હતી. તેના બાદ વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવી હતી. બાદમાં સાધુ-સંતો માટે 11.30 કલાકે ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે.


હાઈવેની અજાણી હોટલ પર રાત્રે રોકાતા હોય તો ચેતી જજો, તમારી સાથે પણ બની શકે છે આવું


ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઈ પોલીસે ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. 40થી વધુ પોલીસ વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી. રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત, રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચવામાં આવી છે. SRP, CAPFની 27 ટુકડી તૈનાત કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરવાનો એક્શન પ્લાન બનાવ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :